દૂધ અને પાણી મિક્સ કરીને પીવાથી પેટની બળતરામાં મળે છે રાહત- જાણો આ મિશ્રણ પીવાના બીજા કેટલાક ફાયદાઓ
- પેટની બળતરા જેવી સમસ્યામાં દૂધ સાથે પાણી મિકસ કરીને પીવું
- દૂધ અને પાણી પીવાથી એસીડિટી મટે છે
સામાન્ય રીતે આજકાલની ફાસ્ટ લાઈફને કારણે દરેક વ્યક્તિ નાની મોટી બીમારીઓનો સામેનો કરી રહ્યો છે જેમાં ખોરાક પણ મહત્વનો ભાગ ભજવે છે, તીખો, તળેલો અને વાસી ખોરાક ખાવો તથા બહારનું જંકફૂટ ખાવું જે તમારા પેટના તંત્રને વેરવિખેર કરી દે છે, જે લોકો સતત આ વ્સતુઓના સેવનમાં સપડાય છે તેમને લાંબા સમયે પેચ સંબંધિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે કોઈ એવો ખાર લીધો હોય કે તેનાથી તમને પેટમાં બળતરા થાય છે અથવા તો એસીડિટી જેવું લાગે છે તો એવા સમયે તમે ઘરેલું નુસ્ખા અપનાવી તેને મટાડી કો છો, પરંતુ લાંબાગાળા માટે હેલ્ધી રહેવા માટે સાદો ખોરાખ ખાવો જરુરી છે.
દૂધ અને પાણીઃ- અડધો ગ્સાલ માટલાના પાણીમાં અડધો ગ્લાસ ફ્રીજનું ઠંડૂ દૂધ મિક્સ કરીને તેનું સેવન કરવું
જાણો દૂધ-પાણીને મિક્સ કરીને પીવાથી કઈ સમસ્યાઓમાં રાહત મળે છે
- જ્યારે તમે તડકામાં ગયા હો અને તમને પગના તળીયામાં બળતરા થતી હોય ત્યારે પણ તમે દૂધ પાણીનું સેવન કરશો તો તમને રાહત મળશે
- કોઈ પણ તીખો કે તળેલો ખોરાક ખાધો હોય અને તમને પેટમાં બળતરા થતી હોય ત્યારે પણ અડધો ગ્સાલ દૂધમાં અડધો ગ્લાસ માટલાનું પાણી મિક્સ કરીને પીવાથી રાહત મળે છે.
- જે લોકોને યુનિર સંબંધિ સમસ્યા સતાવતી હોય તેમણે દરરોજ સવારે વોશરુમ જતા પહેલા અડધો ગ્સાલ પાણી અને અડઘો ગ્લાસ દૂધ મિક્સ કરીને પીવું જોઈએ જેનાથી યુરિન સંબંધી દરેક સમસ્યામાં રાહત મળે છે.
- કેટલાક લોકોને એકલુ દૂધ પીવાથી કબજિયાત જેવી સમસ્યા થતી હોય છે જેને લઈને દૂધ અને પાણી મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી અને ગરમી સંબંધિત શરીરની બીમારીઓમાં રાહત થાય છે.
- જ્યારે વોમિટ થતી હોય અને વોમિટ બાદ ગળું છોલાવાનો એહેસાસ થતો હોય તેવી સ્થિતિમાં પણ ઠંડા દૂધ સાથે પાણી મિક્સ કરીને પીવાથી ઘણો ફાયદો થાય છે.
- પેટમાં જ્યારે પણ ગરમ લાય જેવું લાગતું હોય અને ભૂખનો એહેસાસ થતો હોય પણ ખવાતું ન હોય તેવી સ્થિતિમાં પણ દૂધ પાણીનું સેવન કરવું જોઈએ જેનાથી ભુૂખ લાગશે અને બળતરા પણ દૂર થશે