1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં આમળા-આદુંનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ બને છે મજબૂત,જાણો તેના સેવનના બીજા ફાયદા
શિયાળામાં આમળા-આદુંનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ બને છે મજબૂત,જાણો તેના સેવનના બીજા ફાયદા

શિયાળામાં આમળા-આદુંનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ બને છે મજબૂત,જાણો તેના સેવનના બીજા ફાયદા

0
Social Share
  • આમળા અને આદુનો રસ મિક્સ કરીને પીવાથી હેલ્થ સારી રહે છે
  • આ રસના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે
  • શરદી ખાસી જેવી બીમારીમાંથી પણ છૂટકારો મળે છે.

શિયાળો આવતાની સાથે જ આપણે આપણી હેલ્થ પર ખાસ ધ્યાન આપવું પડે છે,ખાવા પીવાની બાબતમાં કાળજી લેવી પડે છે ખાસ કરીને શિયાળામાં આમળાનો રસ અને આદુનું સેવન ઉત્તમ ગણવામાં આવે છે આમળા અને આદુના રસને મિક્સ કરીને જો સવારના સમયે ખૂખ્યા પેટે તેનું સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.આ સાથે જ બીજા ઘણા ફાયદાઓ છાય છે,

આ બન્ને મિક્સ રસનું સેવન કરવાથી  આંતરડાની સિસ્ટમ ને સાફ કરવામાં અને પાચકશક્તિને મજ્બૂત બનાવવા માં મદદ કરે છે. તે યકૃતના કાર્યને ટેકો આપે છે. અને શરીરમાં રહેલા વિષાક્ત તત્વોને બહાર કાઢે છે.

આ રસનું સેવન વિટામિન સી ની સાથે આમળા આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસથી પણ ભરપુર છે. તેથી આમળાના જ્યુસવાળા આ રસને સંપૂર્ણ પોષક- હેલ્ધિ પીણું કહી શકાય છે.

આમળા અને  આદુનુ જ્યુસ ગેસ ઘટાડવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ રુપ થાય છે. ઉબકાથી રાહત આપે છે, શરદી માં પણ રાબહત આપે  છે.

આ સહીત આ રસ પીવાથી પેટને લગતી તમામ સમસ્યાઓમાં રાહત મળી જાય છે,તો ખાસી અને શરદી મટાડવામાં આ રસ મહત્વનો ભાગ ભજવે છે.

આદુના કારણે આ રસ પીવાથી હાડકાના સાંધામાં સોજો થવામાં બચાવી શકે છે. સંધીવામાં ખૂબજ ફાયદા કારક છે. આ સાથે જ વેઈટલોસ માટે પણ આ રસ ઉત્તમ ગણાય છે.કોલેસ્ટ્રોલ લેવલને બેલેંસ કરે છે, વજન ઓછું કરવામાં મદદ કરે છે.

આદુ આમળાનો રસ બ્લડ સુગરને જાળવવામાં સહાય કરે છે. આ ઉપરાંત અનેક મહત્વના ફાયદાઓ છે.આ રસ એન્ટીઓક્ષિડેંટથી ભરપુર છે. બ્લડપ્રેશરને ઓછું કરવામાં અને કોલેસ્ટરોલને સુધારવામાં મદદ કરે છે. મધ ડાયબિટીઝના દર્દીઓ માટે સુગર કરતા ઓછું ખરાબ છે.આ સગહીત આ રસ પીવાથી  હ્રદયરોગ, એનિમિયા, કિડનીમાં પથરી, પાચક સમસ્યાઓ મટે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code