કોલ્ડ કોફી પીવાથી શરીરમાં પાણીની કમી થવા લાગે છે, જાણો હેલ્થ એક્સપર્ટ પાસેથી
આ દિવસોમાં સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે. આ સમય દરમિયાન મોટાભાગના લોકો ચા અને કોફીની જગ્યાએ કોલ્ડ કોફી પીવાનું પસંદ કરે છે, પણ તેનાથી ઘણી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.
કોલ્ડ કોફીમાં ભારે માત્રામાં ખાંડનો ઉપયોગ થાય છે. તેથી, તેને વધુ પ્રમાણમાં પીવાથી બ્લડ સુગરનું લેવલ ઝડપથી વધી શકે છે. સાથે ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે.
કોલ્ડ કોફીમાં પણ વધારે માત્રામાં કેફીન હોય છે, તેને વધુ પ્રમાણમાં પીવાથી સ્લીપ સાઈકિંગ બગડવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત ઉંઘ ના આવવાથી ઘણી બીમારીઓનું જોખમ પણ વધી શકે છે.
ઉનાળામાં ઘણી વાર શરીરમાં પાણીની કમી થવાનો ડર રહે છે, જો તમે વધુ પડતી કોલ્ડ કોફી પીઓ છો તો તમે ડીહાઈડ્રેશનનો શિકાર બની શકો છો, તેથી તેને પીતા પહેલા એવું ન વિચારો કે તે તમારા પેટ માટે સારી છે.
કોલ્ડ કોફી પીવાથી તમે નર્વસનેસ અને ચિંતાનો શિકાર પણ બની શકો છો. તે પેટ માટે બિલકુલ સારું નથી.