Site icon Revoi.in

મુખવાસમાં ખવાતી અળસીનું સુપ પીવાથી આરોગ્યને થાય છે ફાયદા

Social Share

 

સામાન્ય રીતે અળસી આપણે મુખવાસમાં ખાતા હોઈએ છીએ અળસી ના આરોગ્ય લક્ષી ઘણા ફાયદાઓ પણ છે પણ જો એળસીને ઉકાળઈને તે પાણી પીવામાં આવે તો તેના ફાયદા બમણા થાય છે આરોગ્યને આ પાણી એટલે કે અળસીનો ઉકાળો ઘણી રીતે ફાયદો કરે છે.

 જાણકારી પ્રમાણે અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઇબર હોય છે જે વજન ઘટાડવા માટે જ નહીં પરંતુ તમારા એકંદર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. અળસીનો ઉકાળો બનાવવા માટે સૌ પ્રથમ પેનમાં બે કપ પાણી નાખો અને અળસીના બે ચમચી જેટલા બીજ નાખો, જ્યાં સુધી પાણી અડધુ ન થઈ જાય ત્યાં સુધી ઉકાળો.

આ રીતે બનાવેલ અળસીનું સૂપ પીવાથી વેઈટલોસ કરવામાં નમદદ મળે છે, આ ઉકાળામાં હાજર ફાઇબર તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને તમને વધુ કેલરી લેતા અટકાવે છે. 

આ સહીત ફ્લેક્સસીડ્સમાં અદ્રાવ્ય ફાઇબર પણ હોય છે અને તે આંતરડાના સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. 

આઉકાળો  આ મેટાબોલિક રેટને વધારે વેગ આપે છે. આ બીજમાં ખાંડ અને સ્ટાર્ચ ઓછું હોય છે જે તેમને વજન ઘટાડવા માટે સંપૂર્ણ ખોરાક બનાવે છે. આઉકાળો પીવાથી તમે વધુ કેલરી મેળવી શકશો નહીં.