જરૂરત કરતા વધારે પાણી પીવું પણ ખતરનાક, જાણો કેવી રીતે..
પાણી પીવું એ તંદુરસ્ત રહેવાનો એક માર્ગ છે. પાણીની કમીથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે, પણ વધારે પાણી પીવું જીવલેણ પણ હોઈ શકે છે.
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે એક સાથે ઘણું પાણી પીવું જીવલેણ સાબિત થઈ શકે છે. તેનાથી વોટર ટોક્સિસિટી થઈ શકે છે.
જ્યારે શરીરમાં ખૂબ પાણી હોય છે, ત્યારે તેમાં સોડિયમ ઓગળવા લાગે છે. જેના કારણે લોહીમાં સોડિયમ સામાન્ય કરતા ઘણું ઓછું થઈ જાય છે.
તેનાથી મગજના સેલ્સમાં સોજો આવી શકે છે એટલે કે મગજનો સોજો, જેના કારણે શરીરના ભાગોમાં લોહીનો સપ્લાઈ બંધ થઈ શકે છે. જો કે, આ એક ખૂબ રેયર પ્રોબ્લેમ છે, પણ જ્યારે પણ કોઈ વ્યક્તિ મર્યાદાથી વધુ પાણી પીવે છે, ત્યારે તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ લોહીમાં ભળી જાય છે.
હેલ્થ એક્સપર્ટ્સના મતે, તંદુરસ્ત વ્યક્તિને દરરોજ કેટલું પાણી જોઈએ છે તે તેના સ્વાસ્થ્ય, લિંગ, જીવનશૈલી અને હવામાન પર આધારિત છે.
યુએસ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ-મેડિસિન અનુસાર, પુરુષો માટે દરરોજ 3.7 લિટર અને સ્ત્રીઓ માટે 2.7 લિટર પાણી પીવું સંપૂર્ણપણે સલામત છે.
#Hydration #HealthyLiving #WaterIntake #StayHydrated #HealthTips #WaterToxins #ElectrolyteBalance #DrinkWater #HydrationHealth #WaterSafety #HealthExperts #Wellness #DailyWaterIntake #HealthyLifestyle #WaterBenefits #HydrationFacts #AvoidOverhydration #HealthyHydration #BalanceYourWater #FluidIntake #WaterGuidelines #HealthAndWellness #HydrationAdvice #WaterConsumption