- સરગનો આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી
- સરગવો એટલે એક જાતનિ મહત્વની ઔષધિ
સરગવાની શીંગ સૌ કોઈને પસંદ હોય છે, સંભારથી લઈને તેનું શાક, તેનો સૂપ દરેક લોકો પસંદ કરે છે, કારણે કે સરગવો આરોગ્યની દ્રષ્ટિએ ખૂબજ ગુણકારી ગણાય છે, જેમાં રહેલા અનેત પોષક તત્વો શરિરને પુરતા પ્રમાણમાં તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે.જે લોકોને પગના દુખાવાની કે સાંઘાના દુખાવાની સમસ્યા હોય તે લોકોએ રોજ સવારે સરગવાનું સૂપ પીવું જોઈએ તેનાથી આ સમસ્યા દૂર થાય છે.
જાણો સરગવાનો સૂપ પીવાથઈ થતા ફાયદાઓ
- સરગવાનો સૂપ પીવાથી અનેક રોગો દૂર થાય છે, ખાસ કરીને ઠંડી ઉધરસ અને ગળાના દૂખાવાને દૂર કરવા આ સૂપ ખૂબ ઉપયોગી છે.
- સરગવાનો સૂપ જો તમે સારી રીતે પીતા હો, તો તે શ્વસનની સમસ્યાને સુધારવામાં મદદ કરે છે.
- સરગવામાં વિટામીન સી, બીટા કેરોટીન, પ્રોટીન, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબરનો મોટી માત્રામાં સમમાયેલા હોય છે. તેથી આ સૂપ પીવાથી શરીરને દરેક પોષક્ તત્વો મળી રહે છે.જેના કરણે થતી કમીો દૂર થાય છે.
- સરગવામાં રહેલ વિટામીન સી રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે.અને આપણી પાચન શક્તિને સુધારવાનું કાર્ય કરે છે.
- સરગવાનું સૂપ પીવાથી તેમાં રહેલા ફાઈબરને કારણે કબજિયાતને દૂર કરવામાં મદદ મળી રગે છે.
- આ સૂપ પીવાથી અસ્થમાના દર્દીને ઘણી રાહત મળએ છે, શ્વાસ લેવામાં પડતી સમસ્યામાં ફાયદો થાય છે.
- આ સૂપ પીવાથી હાડકા મજબૂત બને છે, હાથ પગના સાંધાના દૂખાવામાં રાહત થાય છે.
- દરરોજ શિયાળીની સવારે જો તમે એક વાટકો આ સુપ પીશો તો દિવસ દરમિયાન તમારી ઈમ્યૂનિટી બરકરાર રહે છે,તમને થાક લાગતો નથી