Site icon Revoi.in

ઉનાળામાં દૂધ સાથે તકમરિયા ભેળવીને પીવાથી એસિટિડી સહીત પેટની ગરમીમાં મળે છએ રાહત

Social Share

 

 

હવે ઉનાળાની સિઝન શરુ થી ચુકી છે ત્યારે પેટમાં બળતરા થવી, પગના તળીયા બરવા વગેરે જેવી ફરીયાદ ગરમીના કારણે વધુ રહે છે, આવી સ્થિતિમાં કુદરતી રીતે ઠંડક મળે તેવો ખોરાક લેવો જોઈએ  ,જેમાં તકમરીયાના બીજ કે જે ગરમીમાં ખૂબજ કારગાર સાબિત થાય છે, જેની તાસિર ઠંડી હોય  છે, અને એટલે જ દરેક પીણામાં તેને નાખવામાં આવે છે, ખાસ કરીને લીબું સિકંજીમાં પણ તકમરીયાનો ઉપયોગ થાય છે.

એક ગ્લાસ પાણીમાં થોડી સાકર અને તકમરિયા નાંખીને પીવાથી એસિડિટીમાં રાહત થાય છે. તે બ્લડશુગરને નિયંત્રણમાં રાખે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભદાયી છે. તે શરીરને ડિટોક્સ કરે છે અને કબજીયાત, ગેસ જેવી તકલીફો પણ દૂર કરે છે. તેના નિયમિત સેવનથી સ્કીન અને હેર હેલ્ધી બને છે.

ખાસ કરીને તકમરીયા અન્ટીઓક્સીડન્ટ ગુણ સમાયેલ છે, તેમજ ઓમેગા 3 ફેટી એસિડ, ફાઈબર, પ્રોટીન, કેલ્સિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન જેવા વિટામીન્સના કારણે તે અનેક રીતે શરીર માટે મહત્વ ધરાવે છે.