Site icon Revoi.in

સવારે ખાલી પેટે ચા પીવા આરોગ્યને પહોંચાડે છે નુકશાન

Social Share

ભારતમાં મોટાભાગના લોકોની સવાર ચા સાથે જ પડે છે પરંતુ ખોટા સમય ચા પીવાથી તમારા સ્વાસ્થ્યને અસર થાય છે. જો તમે પણ ચાના શોખીન છો, તો તમારે ચા પીવાનો યોગ્ય સમય જાણવો જોઈએ, જેથી તમે કોઈપણ પ્રકારના નુકસાનથી બચી શકો. ચા આપણા જીવનનો મહત્વનો ભાગ છે. ઘણા લોકો તેમની સવારની શરૂઆત ચાથી કરે છે જ્યારે કેટલાક લોકો સાંજે ચા પીવાનું પસંદ કરે છે. કેટલાક લોકો એવા હોય છે જે આખો દિવસ ચા પીવાનું પસંદ કરે છે. લગભગ 69 ટકા ભારતીયો તેમના દિવસની શરૂઆત દૂધ અને ખાંડથી બનેલી ચાની ચૂસકીથી કરે છે.

જોકે, તેઓ ચા પીવાનો યોગ્ય સમય જાણતા નથી. જો તમે પણ ચાના શોખીન છો, તો તમારે ચા પીવાનો યોગ્ય સમય જાણવો જોઈએ, જેથી તમે કોઈપણ પ્રકારના નુકસાનથી બચી શકો. અનેક લોકો સવારે ઉઠતાની સાથે જ ગરમ બેડ ટી ઈચ્છે છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે ઉઠ્યા પછી ખાલી પેટ ચા પીવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ કારણે એસિડિટીની સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં, ખાલી પેટ ચા પીવાથી બ્લડ શુગર લેવલમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. કેટલાક લોકો રાત્રે ચા પણ પીવે છે, આને પણ ખોટો સમય માનવામાં આવે છે, કારણ કે તે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.

જો તમને ચા પીવાનું ગમતું હોય તો ચા પીવાનો શ્રેષ્ઠ સમય સવારે ઉઠ્યાના બે કલાક પછી અથવા નાસ્તાના એક કલાક પછી છે. ચા પીતા પહેલા કંઈક ખાવાનું ચોક્કસ રાખો. આ કારણે ચાની શરીર પર કોઈ નકારાત્મક અસર થતી નથી. યોગ્ય રીતે અને યોગ્ય સમયે ચા પીવાના ફાયદા થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો સવારે બેડ ટી પીનારાઓને તેમની આદત બદલવાની સલાહ આપે છે. કારણ કે વહેલી સવારે ચા પીવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. વધુ પડતી ચા પીવી નુકસાનકારક હોઈ શકે છે. તેનાથી એસિડિટી, પાચન અને ઊંઘની સમસ્યા થઈ શકે છે.