Site icon Revoi.in

વાહન ચાલકોને મળશે રાહતઃ ખાનગી કંપનીઓ પણ હવે ડ્રાઈવિંગ લાયસન્સ ઈસ્યુ કરી શકશે

Social Share

દિલ્હીઃ સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ ઈસ્યુ કરવાના નિયમો સરળ બનાવ્યાં છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ ડ્રાઈવિંગ લાયન્સ ઈસ્યુ કરવાના હાલના નિયમોમાં ફેરફાર કર્યાં છે. નવા નિયમ અનુસાર, વાહન નિર્માતા સંધો, સંગઠનો અને ખાનગી કંપનીઓને માન્યતા પ્રાપ્ત ટ્રેનિગ સેન્ટર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. તેઓ નિર્ધારિત તાલીમ પૂર્ણ થયા બાદ ડ્રાઈવિંગ લાયસન્સ પણ ઈસ્યુ કરી શકશે. મંત્રાલય દ્વારા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યાં છે. જે અનુસાર ડ્રાઈવિંગ લાયસન્સ ઈસ્યુ કરવાની નવી સુવિધા સ્થાનિક આરટીઓ દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ ઈસ્યુ કરવાની પ્રક્રિયા પણ ચાલુ રહેશે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર કાયદેસરની સંસ્થા જેવી કંપનીઓ, બિન સરકારી સંગઠન, મોબાઈલ એસોસિએશન, વાહન નિર્માતા સંઘ, સ્વાયત સંસ્થા, ખાનગી વાહન નિર્માતા ચાલક તાલીમ કેન્દ્રની માન્યતા માટે અરજી કરી શકશે. કાયદેસરની સંસ્થાઓ પાસે કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989 હેઠળ નિર્ધારિત જમીન ઉપર સુવિધાઓ ઉપસ્થિત હોવી જોઈએ. અરજદારોએ સાથે રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેન્દ્ર ચલાવવા માટે પર્યારત સંસાધનોની વ્યવસ્થા કરવા માટે પોતાની નાણાકીય ક્ષમતા જાહેર કરવી પડશે.

મંત્રાલય દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મનોનીતિ પ્રાધિકરણ ડીટીસીની માન્યતા માટે મંજૂરી આપવાની પ્રક્રિયા અરજ કર્યાના 60 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

સરકારના આ નવા નિર્ણયને કારણે વાહન ચાલકોને રાહત મળશે અને આરટીઓની બહાર કામ કરતા એજન્ટોથી છુટકારો મળવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.