વાહન હંકારતા આવી ભૂલો કરશો તો જપ્ત થઈ શકે છે ડ્રાઈવિંગ લાઈસન્સ
દેશના મોટર વ્હીકલ એક્ટમાં સમય-સમય પર નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે. તેની સાથે બિન જરૂરી ગણાતા પેલાના નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે. પાછલા થોડાક સમયમાં મોટર વ્હીકલ એક્ટમાં થોડાક નવા નિયમો જોડવામાં આવ્યા છે. તેનું પાલન ન કરતા તમારુ લાઈસન્સ જપ્ત થઈ શકે છે.
કારમાં મોટા અવાજે મ્યુઝીક વગાડવું
કારમાં ખૂબ વધારે અવાજમાં મ્યુઝીક વગાડવા પર તમારા પર દંડ થી શકે છે. જોક મ્યૂજિકના અવાજને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી, પણ ટ્રાફિક પોલિસ તેના વિવેક બુદ્ધઈ અનુસાર દંડ કરી શકે છે. ન્યૂનતમ દંડ 100 રૂપિયા છે, પણ ટ્રાફિક પોલિસને લાગે છે કે વધારે મ્યૂજિક રસ્તા પર ચાલતા બિજા લોકો માટે ખતરો છે તો તે દંડ વધારી શકે છે. ડ્રાઈવરનું સાઈસન્સ પણ જપ્ત કરી શકે છે.
• ગતિમર્યાદા
સ્કૂલના આસપાસ વાળા રસ્તા પર વધૂ ઝડપે ડ્રાઈવિંગની અનુમતિ નથી. આવી જગ્યા પર સ્પીડ લિમિટનું બોર્ડ લગાવેલું હોય છે. જો બોર્ડ ના લાગેલુ હોય તો પણ રસ્તા પર 25 કિલોમિટર પ્રતિ કલાક કરતા વધુ ઝડપથી ડ્રઈવિંગ ના કરો. આવુ કરવાથી દંડ અથવા લીસન્સ જપ્ત થઈ શકે છે.
• નેવિગેશન સિવાય ફોનનો ઉપયોગ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારા ફોનનો ઉપયોગ કરવા બદલ તમને દંડ થઈ શકે છે. કાયદા મુજબ ડ્રાઈવર મોબાઈલનો ઉપયોગ નેવિગેશન સેવા સિવાય અન્ય કોઈ હેતુ માટે કરી શકે નહીં.
• પબ્લીક રોડ પર રેસ
પબ્લીક રોડ પર કાર રેસ કરો છો, તો તમને દંડ થઈ શકે છે અથવા તમારું લાઇસન્સ જપ્ત થઈ શકે છે.