Site icon Revoi.in

હળવદ પંથકના 10 ગામમાં રાત્રે ડ્રોન ઉડતા દેખાયા, સ્થાનિકોમાં ભય

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન હળવદ પંથકમાં રાત્રિના સમયે ચોરીના બનાવોમાં વધારો થયો છે. એટલું જ નહીં છેલ્લા બે દિવસથી 10 જેટલા ગામમાં રાત્રના સમયે ડ્રોન ઉડતા જોવા મળ્યાં હતા. જેથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ પંથકના ચરાડવા, ધનાળા, વેગડવાવ સહિતના દશેક ગામોમાં રાત્રીના સમયે ડ્રોન ઉડતા જોવા મળ્‍યા હતા. એક તરફ ચોરીની ઘટના બીજી તરફ ઉડતા ડ્રોન જોઈને લોકોમાં ભય પણ ફેલાયો છે. જેથી આ અંગે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને ડ્રોન અંગે જાણકારી આપી હતી. આ ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દસેક ગામોના સરપંચોએ ડ્રોન ઉડતા દેખાયા હોવાની જાણ કરી છે. જેથી પોલીસની વિવિધ ટીમે આ દિશામાં તપાસ કરી રહી છે.

(Photo-File)