પાકિસ્તાનમાં મોંધવારીનો માર- ટામેટા ડુંગળીના ભાવ પ્રતિ કિલો રુ. 400-500 પર પહોંચ્યા
- પાકિસ્તાનમાં ટામેટા ડુંગળીના ભાવ આસમાને
- ભારત પાસેથી આયાત કરવાની તૈયારીમાં પાકિસ્તાન
- પુરની સ્થિતિના કારણે મોંધવારી બેવડી બની
દિલ્હીઃ- પાકિસ્તાનમાં હાલ પુરની સ્થિતિ જોવા મળી રહી છે જેને લઈને મોંધવારીનો બેવડો માર જનતા ઝીલી રહી છે, હાલ જો પાકિસ્તાનની વાત કરીએ તો અહી 400 રુપિયે કિલો ટામેટા તો 500 રુપિયે કિલો ડુંગળીનું વેચાણ થી રહ્યું ચે જેથી સામાન્ય જનતા પરેશાન થી રહી છે ત્યારે પાકિસ્તાન હવે ભારતથી આ તમામ જથ્થો આયાત કરાવાની તૈયારીમાં જોતરાયું છે.પૂરના કારણે વિવિધ શાકભાજી અને ફળોના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. દરમિયાન એવા સમાચાર છે કે પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરી શકે છે.
પાકિસ્તાન સ્થિત લાહોર બજારના જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા પ્રમાણે વા રવિવારે લાહોરના બજારોમાં ટમેટા અને ડુંગળીની કિંમત અનુક્રમે 500 રૂપિયા અને 400 રૂપિયા પ્રતિ કિલો હતી. જો કે, રવિવારના બજારોમાં, ટામેટાં અને ડુંગળી સહિત અન્ય શાકભાજી નિયમિત બજારો કરતાં 100 રૂપિયા પ્રતિ કિલો ઓછા ભાવે ઉપલબ્ધ હતા.અહેવાલ મુજબ, આગામી દિવસોમાં ખાદ્ય ચીજોની કિંમતો વધુ વધશે.
આ કિમંતો વધાવાનપં કારણે પૂરને છે જેને લીધે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીના પુરવઠાને ભારે અસર થઈ છે. તેમણે કહ્યું કે ડુંગળી અને ટામેટાના ભાવ આગામી દિવસોમાં 700 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી શકે છે. તેવી જ રીતે બટાકાની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 120 રૂપિયા થઈ ગઈ છે.તો બીજી તરફ પાક સરકાર વાઘા બોર્ડર દ્વારા ભારતમાંથી ડુંગળી અને ટામેટાંની આયાત કરવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે.