મુંદ્રા પોર્ટ ઉપરથી ઝડપાયેલા હેરોઈનની કિંમતનો આંકડો 9 હજાર કરોડને પાર
અમદાવાદઃ ગુજરાતના મુંદ્રા પોર્ટ ઉપરથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી 2500 કરોડથી વધારેનું હેરોઈન મળી આવતા ડીઆરઆઈ અને એનસીબીના ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરીને બીજા કન્ટેનરમાં તપાસ કરવા વધારે હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આમ બંને કન્ટેનરમાંથી લગભગ 9 હજાર કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. કન્ટેનરોમાંથી અંદાજે 3 હજાર કિલોથી વધારેનો હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. આ કન્ટેનર આંધ્રપ્રદેશના વિજયવાડાની એક કંપનીએ મંગાવ્યા હતા. એટલું જ નહીં કસ્ટમમાં ડેલકમ પાઉડર દર્શાવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મુદ્રાં પોર્ટ ઉપરથી ઈરાનથી આવેલા બે કન્ટેનરો ચોક્કસ માહિતીના આધારે ડીઆરઆઈએ અટકાવીને તપાસ કરતા અંદરથી હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ડીઆરઆઈ અને એનસીબીની ટીંમે સંગ્ર પ્રકરની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. પાંચ દિવસની તપાસ બાદ અંદરથી 3 હજાર કિલોથી વધારે હેરોઈનનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેની કિંમત લગભગ 9 હજાર કરોડથી પણ વધારે હોવાનું જાણવા મળે છે. આ ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર પ્રકરણ અંગે સુરક્ષા એજન્સીઓએ ઉડાંણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તેમજ આગામી દિવસોમાં આ કેસમાં નવા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. હાલ તો આ ડ્રગ્સનો જથ્થો કંડલા કસ્ટમના સ્ટ્રોંગરૂમમાં જમાં કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જથ્થો દિલ્હી લઈ જવાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડ્રગ્સ કાંડમાં ગાંધીધામ ડીઆરઆઈ, માંડવી ઉપરાંત અમદાવાદ, ચૈનઈ, અને દિલ્હી સુધી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ હેરોઈન અફઘાનિસ્તાનમાં હસન હુસેન લિમિટેડ ફર્મ દ્વારા મોકલવામા આવ્યું હોવાનું સામે આવ્યું છે.