જમ્મુ-કાશ્મીરના સાંબામાં ડ્રગ્સની દાણચોરીનો નિષ્ફળ પ્રયાસ – પાકિસ્તાની ઘૂસણખોરને BSF ના જવાનોએ ગોળી મારી
- કાશ્મીરના સાંબામાં ડ્રગ્સની દાણચોરીનો પ્રયાસ જવાનોએ નિષ્ફળ કર્યો
- પાકિસ્તાની ઘૂસણખોરને ગોળી મારીને અટકાવ્યો
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત પાકિસ્તાની આતંકીઓ ઘુમખોરીના પ્રયોસો કરતા રહેતા હોય છે જો કે દેશની સુરક્ષામાં ખડેપગે રહેનારા સેનાના જવાનો સરહદ પર કડી નજર રાખીને આતંકીઓની નાપાક કોષીષને નિષ્ફળ બનાવી રહ્યા છે ત્યારે ફરી બીએસએફના જવાનોએ પાકિસ્તાની આતંકીને ડ્ર્ગ્સની દાણચોરી કરવાના પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજરોજ ગુરુવારેજમ્મુ કાશ્મીરના સાંબા જીલ્લામાં એક પાકિસ્તાની ડ્રગ્સની દાણચોરીનો પ્રયત્ન કરતો હતો ત્યારે જવાનોએ તેને રોકવાનો પ્રયોસ કર્યો પણ તે ન રોકાતા ગોળી મારવામાં આવી અને અંદાજે 8 કિલો માદક પદાર્થ સેનાના જવાનોએ કબ્જે કર્યો છે,હાલ આ હેરોઈન હોવાનું કગહેવાઈ રહ્યું છે.એક પાકિસ્તાની દાણચોરને BSF જવાનોએ ગોળીવે ઠાર મારતાં ઘાયલ થયો છે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના જનસંપર્ક અધિકારીના જણાવ્યા પ્રમાણે, સતર્ક સૈનિકોએ વહેલી વહેલી સવારે અંધારાનો લાભ લેતા એઆંતરરાષ્ટ્રીય સરહદસાથે ચિલ્લીયારી બોર્ડર ચોકી નજીક એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોઈ જે પ્રમાણે એક વ્યક્તિ બેગ લઈને જતો હતો.સૈનિકોએ તેના પર ગોળીબાર કર્યો, જેના પરિણામે ઘૂસણખોરને ઈજા થઈ હતી.ત્યાર બાદ સર્ચ ઓપરેશનમાં હેરોઈન હોવાની સંભાવના ધરાવતાં લગભગ 8 કિલો માદક દ્રવ્યોના આઠ પેકેટો મળી આવ્યા હતા, અધિકારીએ જણાવ્યું કે ઘાયલ ઘૂસણખોર પાકિસ્તાન તરફ પાછા ફરવામાં સફળ રહ્યો હતો.