Site icon Revoi.in

મુંબઈ ડ્રગ્સ કેસઃ આર્યન ખાન અને અરબાઝે NCB સમક્ષ ચરસ મુદ્દે કરી ચોંકાવનારી કબુલાત

Social Share

મુંબઈઃ ક્રુઝ ઉપર ડ્રગ્સ પાર્ટીના કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન હાલ જેલમાં છે. કિલા કોર્ટમાં જામીન અરજી ના મંજૂર થતા આર્યનના વકીલ હવે સેશન્સ કોર્ટમાં અરજી કરશે. આર્યન અને અરબાઝ મર્ચેન્ટને એનસીબીની પૂછપરછમાં ડ્રગ્સ લેતા હોવાની કબુલાત કરી હોવાનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આર્યનને કહ્યું કે, તે ચરસ પીતો હતો અને ક્રુઝ પાર્ટી દરમિયાન ચરસ લેવાનો હતો. એનસીબીએ અદાલતમાં રજૂ કરાયેલા પંચનામામાં કહ્યું છે કે, તપાસ દરમિયાન અરબાઝના શુઝમાંથી ડ્રગ્સનું પાઉચ નિકળ્યું હતું. અરબાઝ પાસેથી 6 ગ્રામ ચરસ જપ્ત કર્યું હતું.

પંચનામા અનુસાર એનસીબી ઓફિસર આશિષ રંજન પ્રસાદએ આર્યન અને અરબાઝને પૂછપરછનું કારણ જણાવ્યું હતું. એનડીપીએસ એક્ટ હેઠળ અંગે બંનેને સમજાવ્યા હતા. એનસીબીએ આર્યન અને અરબાઝને વિકલ્ય પણ આપ્યો જેથી તેમની તપાસ મેજિસ્ટ્રેટની સામે લેવાઈ શકે છે. જો કે, બંનેએ ઈન્કાર કર્યો હતો. તપાસ અધિકારીએ આર્યન અને અરબાઝએ પૂછ્યું કે, શું તેમની પાસે કોઈ પણ પ્રકારનું નાર્કોટિક્સ છે ? જવાબમાં બંનેએ પ્રતિબંધિત ડ્રગ્સ હોવાની કબુલાત કરી હતી. અરબાઝે અધિકારીઓને કહ્યું હતું કે, તેના શૂઝમાં ચરસ છે, જે બાદ અરબાઝે શૂઝમાં છુપાવેલુ પાઉચ કાઢ્યું હતું. આ પાઉચની અંદરથી કાળા રંગનો પદાર્થ હતો. ડીડી કિટથી તેની તપાસ કરી તો પુષ્ટિ થઈ કે ચરસ છે. અરબાઝે માન્યુ હતું કે, આર્યનની સાથે ચરસનું સેવન કરતા હતા અને તેઓ ક્રુઝમાં પ્રવાસમાં ધમાલ મચાવવા માટે લઈ ગયા હતા. જે બાદ આર્યન ખાને પૂછપરછ કરાઈ હતી. તેણે પણ માન્યુ હતું કે, તે ચરસ લે છે અને ચરસ ક્રુઝ પર પ્રવાસ દરમિયાન સ્મોકિંગ માટે લાવ્યાં હતા.