Site icon Revoi.in

ગુજરાતમાં એક વર્ષમાં 4 હજાર કરોડથી વધારેનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

Social Share

અમદાવાદ : ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગની સાથે સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં દરિયાઈ જળસીમામાં પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોલીસે 4374 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું. જે વર્ષ 2021ની સરખામણીએ 3 ગણું વધારે છે. એક વર્ષ દરમિયાન ડ્રગ્સના કેસમાં પોલીસ દ્વારા 63થી વધારે આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યા છેલ્લા એક વર્ષમાં પોલીસે 9.6 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને ડ્રગ્સ પેડલરો સામે કાર્યવાહી કરાઈ છે. વર્ષ 2022માં સુરક્ષા એજન્સીઓને દરિયાઇ ડ્રગ્સની હેરફેરની 6 મોટી ઘટનાઓને અંજામ પહેલા અટકાવવામાં સફળતા મળી છે. 2021માં 1 હજાર 461 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. જ્યારે 2022માં આ આંકડો 4 હજાર 374 કરોડ પર પહોંચ્યો છે. 2021માં કુલ 36 આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે 2022માં કુલ 63 આરોપીઓ ઝડપાઇ ચૂક્યા છે. એકલે 2021ની તૂલનાએ 2022માં ત્રણ ગણી ડ્રગ્સ હેરફેર વધી અને ત્રણ ગણા જથ્થાને ઝડપી પણ લેવાયો છે. આ પૂર્વે પણ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા ફરી એક વખત દરિયામાંથી ડ્રગસનો મોટો જથ્થો પકડી પાડયો છે. ડ્રગ્સની સાથે સૌપ્રથમ વખત હથિયારો પણ મળી આવ્યા છે.ગુજરાતની દરિયાઈ સીમમાં ઓખાના દરિયાકાંઠેથી 40 કિલો હેરોઇનના જથ્થા સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની ભાજપ સરકાર દ્વારા માદક દ્રવ્યોની હેરાફેરી અને તેમનું વેચાણ કરનારા શખ્સો સામે લાલ આંખ કરી છે અને ડ્રગ્સના દુષણને ડામી દેવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.

(PHOTO-FILE)