Site icon Revoi.in

2021-22માં 893 કરોડની દવાઓનું વેચાણ જન ઔષધિ કેન્દ્ર પરથી થયું : દેવુસિંહ ચૌહાણ

Social Share

અમદાવાદઃ 7 માર્ચના રોજ જન ઔષધિ દિવસ મનાવવામાં આવે છે. જન ઔષધિ પ્રત્યે જાગૃતિ લાવવા આ દિવાસ મનાવવામાં આવે છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદના રામનગર ખાતે બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જન ઔષધિ દિવસ ઉજવવામાં આવ્યો. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર હવે ફક્ત દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ લોકપ્રિય થઈ રહેલ છે. હાલ દેશમાં 9082 જન ઔષધિ કેન્દ્રો છે. જેમાં 17 59 જેટલી દવાઓ અને 280 જેટલા સર્જીકલ સાધનો ખૂબ જ સંસ્થાના મળે છે. તે અંતર્ગત ખેડા જિલ્લામાં સિવિલ હોસ્પિટલ સાથે 13 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર આવેલા છે.

દેશના 746 જિલ્લા પૈકી 743 જિલ્લાઓમાં ભારતીય જન ઔષધિ કેન્દ્ર આવેલા છે. આ જ ઔષધિ કેન્દ્રો ઉપરથી 50 થી 90 ટકા સુધી સસ્તી દવાઓ મળે છે. આટલું જ નહીં ગુણવત્તાની દ્રષ્ટિએ સારી અને અસરકારક હોય છે. જેને કારણે રોજ 12 લાખ લોકો અંદાજે આ કેન્દ્ર ઉપર જાય છે તેમ જણાવી દેવુસિંહ ચૌહાણે ઉપસ્થિત મહિલાઓને જન ઔષધિ પ્રત્યે જાગૃતિ લાવવા અને તેનો પ્રચાર કરવા આહવાન કર્યું હતું.

2021-22માં 893 કરોડની દવાઓને સર્જીકલ સાધનો આ કેન્દ્ર પરથી વેચાણ થતા. લોકોના ખિસ્સામાંથી 53 60 કરોડ રૂપિયાની બચત થયેલ છે. ભારત સરકારે આ વર્ષના અંત સુધીમાં 10,000 ભારતીય જન ઔષધિ કેન્દ્ર ખોલવાનો લક્ષ્યાંક રાખેલ છે. દેશમાં ઉપલબ્ધ ભારતીય જન ઔષધિ કેન્દ્ર પર 50 થી 90 ટકા સુધી સસ્તી દવાઓ મળે છે. જે લોકો ભારતીય જન ઔષધિ કેન્દ્ર ખોલવા માંગે છે તેઓને સરકાર તરફથી મદદ પણ કરવામાં આવે છે. આમ ભારતીય જન ઔષધિ કેન્દ્ર ફક્ત સસ્તી દવા આપતી નથી પરંતુ લોકોને રોજગારી પણ પૂરી પાડે છે તેમ જણાવી જી-20ની વાત પણ કરી હતી અને આમ પ્રજાને જન ઔષધિ કેન્દ્ર પરથી જ દવાઓ લેવા આહ્વાન કર્યું હતું.