સુકી ખજૂર પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદા – જાણો તેના સેવનથી અનેક બીમારીમાં મળે છે રાહત
- ખારેકના અનેક મહત્વના ગુણો
- ખારેક શરીર માટે શક્તિનો સંચાર કરે છે
સામાન્ય રીતે ખજૂરને ખૂબજ ગુણકારી ગણા છે, તેજ રીતે જ્યારે ખજૂરને સુકવવામાં આવે છે ત્યારે તે ખજૂરમાંથી ખારેક બને છે, જેમ ખજૂર ખાવાના અનેક ગુણો છે તેજ રીતે ખારેક પણ સ્વાસ્થ્ય માટે અનહદ ફાયદો કરાવે છે અને એટલે જ જ્યારે સ્ત્રીની સુવાવડ હોય ત્યારે તેને દુધમાં ખારેક આપી તેનું સેવન કરાવવામાં આવે છે.ખારેકનું સેવન ખાસ કરીને હૃદયની તકલીફોને રોકવા માટે,મગજની કામગીરી મજબૂત બનાવવા માટે તથા બજિયાતમાંથી રાહત માટે પ્રાચીનકાળથી થતો આવ્યો છે.
સામાન્ય રીતે ખારેકમાં રહેલા ઉચ્ચ પોષકતત્વ શરીરમાં ઊર્જા જાળવી રાખે છે, કારણ કે તે અનેક ગુણોથી ભરપુર છે ખાસ કરીને તેમાં વિટામીન એ, કે, બી૬ અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, સલ્ફર, કોપર, પ્રોટીન વગેરે જેવા મિનરલ્સપુષ્કળ પ્રમાણમાં સમાયેલા હોય છે.
જાણો ખારેક ખાવાના કેટલાક ખાસ ફાયદાઓખારેક કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે,ખારેકમાં ભરપુર પોષકતત્વો, એન્ટીઑકિસડન્ટ અને ઇસોફ્લાવોન્સ રહેલા છે જે કોલેસ્ટ્રોલને રક્તવાહિનીમાં જમા થતું અટકાવે છે.
- કોલેસ્ટ્રોલનું કોઈ પ્રમાણ ન હોવાને કારણે તમારા હૃદયને યંગ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે
- તાંબુ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને સેલેનિયમની ઊંચી માત્રાને લીધે ગર્ભાવસ્થા દરમિયાન ખારેકને ખૂબજ ગુણકારી ગણાય છે.
- .ખારેકમાં રહેલું વિટામીન-કે હાડકાંને મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે મદદ કરે છે.
- ખારેકના સેવનથી કબજિયાતથી રાહત મળી રહે છે.તેમાં રહેલા મિનરલ્સ અને પોષકતત્વ પાચનતંત્રને તંદુરસ્ત બનાવે છે
- ખારેકમાં નિકોટિન અને ફાઇબર પુરતી માત્રામાં હોવાથી તે શરીરને ખૂબ ફાયદો કરાવે છે.
- કોલોરેક્ટલ કેન્સર જેવા રોગની સામે પાચનતંત્રનું રક્ષણ કરવામાં ખારેકનો મહત્વનો ભાગ છે. ફાઈબર, આંતરડામાં પોષક તત્ત્વોનું યોગ્ય શોષણ કરે છે અને પાચનમાં પણ મદદ કરે છે.
- સહનશક્તિમાં ઘટાડો, ઉત્સુકતામાં ઘટાડો તેમજ જાતીય ઇચ્છાથી પીડાતા લોકો માટે ખારેક ખાવી ખુબ જ અનિવાર્ય છે.ખારેકમાં
- ન્યુરોડિજનરેટિવ રોગ જેવા કે ઍલ્ઝાઇમર, ડિમેન્શિયા, જ્ઞાનાત્મક અસ્થિરતા વગેરે સામે ખારેક રક્ષણ આપે છે.
ખારેકના સેવનથી હાડકાં મજબૂત બને છે - તેના સેવનથી એલર્જી સામે રક્ષણ અને મગજને તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે