Site icon Revoi.in

સુકી ખજૂર પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદા – જાણો તેના સેવનથી અનેક બીમારીમાં મળે છે રાહત

Social Share

સામાન્ય રીતે ખજૂરને ખૂબજ ગુણકારી ગણા છે, તેજ રીતે જ્યારે ખજૂરને સુકવવામાં આવે છે ત્યારે તે ખજૂરમાંથી ખારેક બને છે, જેમ ખજૂર ખાવાના અનેક ગુણો છે તેજ રીતે ખારેક પણ સ્વાસ્થ્ય માટે અનહદ ફાયદો કરાવે છે અને એટલે જ જ્યારે સ્ત્રીની સુવાવડ હોય ત્યારે તેને દુધમાં ખારેક આપી તેનું સેવન કરાવવામાં આવે છે.ખારેકનું સેવન ખાસ કરીને હૃદયની તકલીફોને રોકવા માટે,મગજની કામગીરી મજબૂત બનાવવા માટે તથા બજિયાતમાંથી રાહત માટે પ્રાચીનકાળથી થતો આવ્યો છે.

સામાન્ય રીતે ખારેકમાં રહેલા ઉચ્ચ પોષકતત્વ શરીરમાં ઊર્જા જાળવી રાખે છે, કારણ કે તે અનેક ગુણોથી ભરપુર છે ખાસ કરીને તેમાં વિટામીન એ, કે, બી૬ અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, સલ્ફર, કોપર, પ્રોટીન વગેરે જેવા મિનરલ્સપુષ્કળ પ્રમાણમાં સમાયેલા હોય છે.

જાણો ખારેક ખાવાના કેટલાક ખાસ ફાયદાઓખારેક કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે,ખારેકમાં ભરપુર પોષકતત્વો, એન્ટીઑકિસડન્ટ અને ઇસોફ્લાવોન્સ રહેલા છે જે કોલેસ્ટ્રોલને રક્તવાહિનીમાં જમા થતું અટકાવે છે.