1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધો- 10 અને 12ની તા. 28મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે બોર્ડ દ્વારા ફ્રી ટ્રોલ નંબર શરૂ કરાયો
ધો- 10 અને 12ની તા. 28મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે બોર્ડ દ્વારા ફ્રી ટ્રોલ નંબર શરૂ કરાયો

ધો- 10 અને 12ની તા. 28મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે બોર્ડ દ્વારા ફ્રી ટ્રોલ નંબર શરૂ કરાયો

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 28મી માર્ચથી લેવાનારી ધો. 10 અને 12ની પરીક્ષા માટે ટ્રોલ ફ્રી હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ નંબર પર કોલ કરવાથી વિદ્યાર્થીઓને મંઝૂવતા કોઈ પણ સવાલનો જવાબ મળી શકશે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 5500 પર ફોન કરી વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકશે.

માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધો.10 અને 12ના પરીક્ષાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલા હેલ્પલાઈનમાં એક્સપર્ટ, કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આજથી 12 એપ્રિલ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી ટ્રોલ ફ્રી હેલ્પલાઈન કાર્યરત રહેશે.  ધોરણ. 10 અને 12 બોર્ડના પરીક્ષાર્થીઓ માટે સવારે 10 થી સાંજે 6.30 સુધી હેલ્પલાઈન નંબર કાર્યરત રહેશે. ધોરણ 10માં અદાજિત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભર્યાં છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલાં ફોર્મ ભરાયાં છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. કોરોનાની પરિસ્થિતિને કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું, જેથી પરીક્ષા યોજાઈ નહોતી, એવામાં બે વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કારણે સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયાં સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. એને કારણે હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે, સાથે જ ઉનાળુ વેકેશન પણ પાછું ઠેલવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code