1. Home
  2. ગુજરાતી
  3. દુબઈની ગવર્મેન્ટ વિશ્વની પ્રથમ 100 ટકા પેપર લેસ સરકાર બનીઃ ક્રાઉન પ્રિન્સે આ મામલે ટ્વિટ કરીને માહિતી શેર કરી
દુબઈની ગવર્મેન્ટ વિશ્વની પ્રથમ 100 ટકા પેપર લેસ સરકાર બનીઃ ક્રાઉન પ્રિન્સે આ મામલે ટ્વિટ કરીને માહિતી શેર કરી

દુબઈની ગવર્મેન્ટ વિશ્વની પ્રથમ 100 ટકા પેપર લેસ સરકાર બનીઃ ક્રાઉન પ્રિન્સે આ મામલે ટ્વિટ કરીને માહિતી શેર કરી

0
Social Share
  • પ્રથમ 100 ટકા પેપર લેસ ગવર્મેન્ટ દુબઈ સરકાર
  • વિશ્વની પ્રથમ પેપર લેસ સરકારમાં દુબઈ સરકારનું સ્થાન

 

દિલ્હીઃ- આઘુનિક યુગમાં દેરક દેશના પ્રયત્નો રહ્યા છે કે દરેક સરકારી કામનકાજને પેપેર વર્કમાંથી મૂક્તિ મળે અને દરેક કાર્યને ડિજીટલ રીતે પાર પાડવામાં આવે કે જ્યા પેપરનો સૌથી છઓામાં ઓછો ઉપયોગ થાય ત્યારે હવે આ બબાતે દુબઈની સરકાર મોખરે જોવા મળી રહી છે.

નાગરિકોના દસ્તાવેજી પુરાવાઓ ગૂમ થવા કે કોવાઈ જેવી ફરીયદા વચ્ચે  આ ડિજિટલ પ્યત્નો ખૂબ કામ કરી જાય છે ત્યારે આ દિશામાં દિશામાં દુબઇ સરકાર દ્વારા એક મહત્વનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.હવે થી આ મહત્વના પગલા હેઠળ દુબઈ સરકાર સો ટકા પેપરલેસ  સરકાર બનનારમાં વિશ્વમાં ટોચ પર જોવા મળી છે.

વાત જાણે એમ છે કે આ બબાતને લઈવે સંયુક્ત આરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે એક મહત્વની જાહેરાત કરી હતી કે પેપરલેસ થવાથી સરકારના 1.3 બિલિયન દિરહામ અને 40 લાખ કાર્ય કલાકોની બચત થઈ છે.કારણ કે દુબઈ સરકાર મોટા ભાગે ડિજિટલ કાર્યમાં માને છે.

દુબઈ સરકારમાં તમામ વ્યવહારો 100 ટકા  ડિજિટલ જોવા મળે છે અને વ્યાપક ડિજિટલ સરકારી સેવાઓ પ્લેટફોર્મ દ્વારા દેખરેખ અને સંચાલિત છે.ડિજિટલાઇઝેશન Dubai Now એપ્લિકેશન દ્વારા નાગરિકોને અસાધારણ અનુભવો પ્રદાન કરવામાં પણ ખાસ મદદ કરશે. જે 12 મુખ્ય શ્રેણીઓમાં 130 થી વધુ સ્માર્ટ સિટી સેવાઓને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. આ સંસ્થાઓ 1, હજાર 800 થી વધુ ડિજિટલ સેવાઓ અને 10 હજાર 500 થી વધુ મુખ્ય વ્યવહારો પ્રદાન કરે છે.આ સાથે જ આવનારા પાંચ દાયકામાં દુબઈમાં ડિજિટલ લાઈફ બનાવવા અને તેને વધારવા માટે અદ્યતન વ્યૂહરચના અમલમાં મૂકવાની યોજના ધરાવે છે.

આ બાબતને લઈને શેખ હમદાને શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ધ્યેય હાંસલ કરવો એ જીવનના તમામ પાસાઓને ડિજિટાઇઝ કરવાની દુબઇની યાત્રામાં નવા તબક્કાની શરૂઆત દર્શાવે છેઆ સિદ્ધિ દુબઈની વિશ્વની અગ્રણી ડિજિટલ મૂડી તરીકેની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહી છે અને સરકારી કામગીરી અને સેવાઓ ડિઝાઇન કરવામાં રોલ મોડેલ સાબિત થઈ રહી છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code