1. Home
  2. ગુજરાતી
  3. દુબઈ: દુનિયાની સૌથી સુંદર ઈમારતનું ઉદ્ઘાટન,બનાવવામાં લાગ્યા 9 વર્ષ
દુબઈ: દુનિયાની સૌથી સુંદર ઈમારતનું ઉદ્ઘાટન,બનાવવામાં લાગ્યા 9 વર્ષ

દુબઈ: દુનિયાની સૌથી સુંદર ઈમારતનું ઉદ્ઘાટન,બનાવવામાં લાગ્યા 9 વર્ષ

0
Social Share
  • દુનિયાની સૌથી સુંદર ઈમારતનું ઉદ્ઘાટન
  • ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’નું ઉદ્ઘાટન
  • ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા

દિલ્હી:દુબઈમાં આયોજિત ભવ્ય સમારોહમાં ‘દુનિયાની સૌથી સુંદર ઇમારત’ તરીકે ઓળખાતા ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા હતા

આ સાત માળની ઇમારત 77 મીટર ઊંચી છે અને તે 30 હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવી છે.તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાથી થોડે દૂર સ્થિત છે.

‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’ એ દુબઈમાં બાંધવામાં આવેલા આર્કિટેક્ચરલ નમુનાઓમાં નવીનતમ ઉમેરો છે.એક અખબારી યાદીમાં જણાવાયું છે કે,મ્યુઝિયમ માનવતાના ભાવિની રૂપરેખા દર્શાવે છે.

આ સાથે, આ મ્યુઝિયમ માનવ વિકાસમાં પડકારો અને તકોના નવીન ઉકેલોની પ્રેરણા આપે છે.બિલ્ડિંગ દેખાવમાં ખૂબ જ સુંદર છે. દુનિયાભરના લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

UAEના કેબિનેટ બાબતોના મંત્રી અને દુબઈ ફ્યુચર ફાઉન્ડેશનના અધ્યક્ષ મોહમ્મદ અલ ગર્ગાવીએ મંગળવારે ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે,’મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’ એક જીવંત મ્યુઝિયમ છે.

આ ઇમારતની ડિઝાઇન કિલ્લા ડિઝાઇનના આર્કિટેક્ટ, સીન કિલ્લા દ્વારા કરવામાં આવી છે અને તે એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર-આસિસ્ટેડ ડિઝાઇનની શ્રેષ્ઠ કૃતિ છે.

તે સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે અને રોબોટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી 1,024 કલાકૃતિઓ છે.રાત્રીના સમયે આ ઈમારત રોશનીથી ઝગમગી ઉઠે છે.જેના કારણે તેની સુંદરતા પણ વધી જાય છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code