- દુનિયાની સૌથી સુંદર ઈમારતનું ઉદ્ઘાટન
- ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’નું ઉદ્ઘાટન
- ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા
દિલ્હી:દુબઈમાં આયોજિત ભવ્ય સમારોહમાં ‘દુનિયાની સૌથી સુંદર ઇમારત’ તરીકે ઓળખાતા ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા હતા
આ સાત માળની ઇમારત 77 મીટર ઊંચી છે અને તે 30 હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવી છે.તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાથી થોડે દૂર સ્થિત છે.
‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’ એ દુબઈમાં બાંધવામાં આવેલા આર્કિટેક્ચરલ નમુનાઓમાં નવીનતમ ઉમેરો છે.એક અખબારી યાદીમાં જણાવાયું છે કે,મ્યુઝિયમ માનવતાના ભાવિની રૂપરેખા દર્શાવે છે.
આ સાથે, આ મ્યુઝિયમ માનવ વિકાસમાં પડકારો અને તકોના નવીન ઉકેલોની પ્રેરણા આપે છે.બિલ્ડિંગ દેખાવમાં ખૂબ જ સુંદર છે. દુનિયાભરના લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
UAEના કેબિનેટ બાબતોના મંત્રી અને દુબઈ ફ્યુચર ફાઉન્ડેશનના અધ્યક્ષ મોહમ્મદ અલ ગર્ગાવીએ મંગળવારે ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે,’મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’ એક જીવંત મ્યુઝિયમ છે.
આ ઇમારતની ડિઝાઇન કિલ્લા ડિઝાઇનના આર્કિટેક્ટ, સીન કિલ્લા દ્વારા કરવામાં આવી છે અને તે એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર-આસિસ્ટેડ ડિઝાઇનની શ્રેષ્ઠ કૃતિ છે.
તે સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે અને રોબોટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી 1,024 કલાકૃતિઓ છે.રાત્રીના સમયે આ ઈમારત રોશનીથી ઝગમગી ઉઠે છે.જેના કારણે તેની સુંદરતા પણ વધી જાય છે