Site icon Revoi.in

IPL ની જેમ દુબઈના શારજાહમાં 8 એપ્રિલના રોજ ડીપીએલનું આયોજન – આ લીગમાં 6 ટીમ લેશે ભાગ

Social Share

ઈન્ડિયન પ્રીમિયર લીગના તર્જ પર દુબઈમાં 8 એપ્રિલથી દિવ્યાંગ પ્રીમિયર લીગનું આયોજન થનાર છે. શારજાહના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાન ખાતે યોજાનારી આ ક્રિકેટ લીગમાં છ ટીમો ભાગ લેશે. દરેક ટીમમાં 15 15 ખેલાડીઓ હશે. રાઉન્ડ રોબિનના આધારે યોજાનારી ક્રિકેટ લીગમાં, તમામ ટીમો એક બીજા સામે મેચ રમશે.

દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી હારુન રાશિદે જણાવ્યું હતું કે, ક્રિકેટ લીગની ઉદ્ઘાટન મેચ 8 મી એપ્રિલના રોજ રમાનાર છે. તારીખ 10 થી 13 એપ્રિલ સુધી દરરોજ ત્રણ મેચ રમાશે, જ્યારે 14 મી તારીખે બે મેચ રમાશે.

શ્રેષ્ઠ બે ટીમો વચ્ચે ફાઇનલ 15 એપ્રિલના રોજરમાશે , 90 ખેલાડીઓ અને 15 અધિકારીઓની ટીમ 6 એપ્રિલે શારજાહ જવા માટે રવાના થશે. આ પહેલા આગ્રામાં ખેલાડીઓના ફીટનેસ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ વધતા કેસોને લઈને દરેક ખેલાડીઓની કોરોનાની પણ તપાસ કરવામાં આવશે.

અધિકારીઓએ કહ્યું કે આ ટુર્નામેન્ટ દિવ્યાંગ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટૂ અને સૌથી મોંઘૂ આયોજન છે. તેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. દિવ્યાંગ ખેલાડીઓ શારજાહ ગ્રાઉન્ડમાં પોતાની કુશળતા બતાવવા માટે આતૂર છે.

ડીપીએલ અધિકારીઓએ કહ્યું કે, આગામી ઇવેન્ટમાં આઠ ટીમો બનાવવામાં આવશે. દરેક ટીમમાં 10 ભારતીય અને પાંચ વિદેશી ખેલાડીઓ હશે. આઇપીએલની જેમ જ ખેલાડીઓ પણ બોલી પણ લગાવશે, જેમાં ખેલાડીઓનું બેઝ પ્રાઈસ 50 હજારથી શરૂ થાય છે.

-સાહીન