Site icon Revoi.in

શિક્ષણના વેપારીકરણને લીધે ધો.12 સાયન્સમાં 5 વર્ષમાં 35 હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા: ડો. મનીષ દોશી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ વર્ષોમાં જ સાયન્સ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 35 હજારનો ઘટાડો થયો હોવાનો કોંગ્રેસનો દાવો છે. જેને લઈને કોંગ્રેસ નેતા મનીષ દોશીએ શિક્ષણની સ્થિતિ કથળી હોવાનું જણાવી રાજ્ય સરકાર પર પ્રહાર કર્યો હતા.

પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે, રાજ્યમાં ધોરણ 12 સાયન્સની સ્થિતિ કથળી છે. છેલ્લા પાંચ વર્ષમાં 35 હજાર વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. ધો.12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલો ઘટાડો ચિંતાનજક છે. વર્ષ 2017માં 1.41 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે વર્ષ 2021માં ઘટીને 1.07 લાખ સુધી પહોંચી ગયા છે. ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહમાં 5 વર્ષમાં 35 હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા છે. ઇસરો જેવી વિશ્વ વિખ્યાત સંસ્થા ગુજરાતમાં આવેલી છે. શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટ્રાચાર અને વેપારીકારણના કારણે આ વિદ્યાર્થીઓ ઘટયા છે. વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ બાદ વિદ્યાર્થીઓને તક આપવામાં ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી છે.