Site icon Revoi.in

ટ્વિટરમાં સતત બદલાવના કારણે તેની લોકપ્રિયતા ઘટી, સોશિયલ મીડિયા સાઈટમાં ફેસબુક નંબર 1 પર 

Social Share

દિલ્હીઃ- સાશિયલ મીડિયા સાઈટમાં ટ્વિટરને પછાડીને ફેસબૂક પ્રથમ સ્થાન પર પહોંચી ચૂક્યું છે, ટ્વિટરમાં છેલ્લા ઘણા સમયથી સતત બદલાવ નોંધાઈ રહ્યા છએે જેના કારણે તેની સીધી અસર ટ્વિટરની લોકપ્રિયતા પર પડેલી જોવા મળી છે.

નવા પ્રતિબંધો અને તેના વિચિત્ર નિર્ણયોને કારણે ટ્વિટર સતત તેની લોકપ્રિયતા ગુમાવી રહ્યું છે. હવે સ્થિતિ એવી છે કે લોકપ્રિય સોશિયલ મીડિયા સાઇટ્સની યાદીમાં ટ્વિટર 14માં નંબરે પહોંચી ગયું છે.જ્યારે ફેસબુક પ્રથમ સ્થાને આવી ગયું છે.
હવે સ્થિતિ એવી છે કે ટ્વિટર  યુઝર્સ તેનું ઓપ્શન શોધી રહ્યા છે.14માં નંબર પર ટ્વિટર છે  એટલું જ નહી ટ્વિટર સ્નેપચેટથી પણ પાછળ છે જો બીજા સ્થઆનની વાત કરીએ તો યુ ટ્યુબ બીજા નંબરે જોવા મળે છે,જર્મની દ્રારા વર્ષ 2023ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
મેટાના ત્રણેય પ્લેટ ફોર્મ ટોપ 3માં સામેલવ થયા છે.
છેલ્લા 1 વર્ષમાં  અમેરિકાના લોકોએ પણ લાંબા સમ.યથી ટ્વિટરનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે.જો કે રિપોર્ટમાં ટ્વિટરની લોકપ્રિયતા ઓછી થવા મામલે એલન મસ્કના નામનો ઉલ્લેખ કરાયો નથી.