Site icon Revoi.in

અમદાવાદમાં સતત વરસાદી વાતાવરણને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા મહિનાથી સમાયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. તેમજ ભેજવાળા વાતાવરણને કારણે સીઝનલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. શરદી, ઉધરસ, તાવ સહિતની બિમારીનો ભોગ બનેલા દર્દીઓથી ખાનગી તેમજ સરકારી દવાખાના ઊભરાઈ રહ્યા છે. શહેરમાં વરસાદી વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ સહિતના પગલાં ભરવામાં આવે તેવી માગ ઊઠી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાથી સમયાંતરે વરસાદની ઝાપટાં પડી રહ્યા છે. આકાશમાં વાદળો ગોરંભાતા હવામાન પણ ભેજવાળું બનતા મચ્છરોનો ઉપદ્રવ પણ વાધ્યો છે.તેથી બાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. શહેરના સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં મેલેરિયાના પાંચ કેસ અને ડેન્ગ્યુનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો, બીજી તરફ આ સપ્તાહમાં વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધીને 1,208 થયા હતા, જે અગાઉના સપ્તાહમાં 1,118 કેસ હતા. આમ 15 દિવસમાં 2,326 કેસ આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂ આત થઈ ગઈ છે. શહેરમાં છેલ્લા સપ્તાહથી ઝરમરઝરમ વરસાદ પડી રહ્યો છે. વાદળ છાયુ વાતાવરણ અને વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણીના ભરાતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેના પગલે હોસ્પિટલમાં રોજના સરેરાશ 2500 આસપાસ દર્દી નોંધાઈ રહ્યા છે, જ્યારે શરદી, ખાંસી, તાવ સહિતના વાયરલ ઈન્ફેક્શનના 2,208 કેસ નોંધાયા છે. શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા સામે નક્કર પગલા નહિ ભરે તો શહેરમાં રોગચાળો વધવાની ભીતી લોકોમાં સેવાઈ રહી છે.