અમદાવાદઃ દેશભરમાં આજે 26મી જાન્યુઆરી નિમિતે પ્રજાસત્તાક દિવસની ઊજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા શાહીબાગના પોલીસ હેડ ક્વોટર ખાતે પ્રજાસત્તાક દિવસની ઊજવણી સાદગીથી કરવામાં આવી હતી. દર વર્ષે સંકૃતિક કાર્યક્રમ સાથે ઊજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાને કારણે સાદગીપૂર્ણ રીતે ઊજવણી કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવેલા પાલીસ કર્મચારીઓનું સન્માન કર્યું હતું. તેમજ પોલીસ પરેડનું નિરિક્ષણ કર્યુ હતું.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે શાહીબાગ પોલીસ હેડ ક્વોટર ખાતે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા ધ્વજ વંદન કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. અલગ અલગ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી જેનું પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સન્માન તથા સારી કામગીરી કરનારા કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. દર વર્ષે પ્રજાસત્તાક પર્વે દેશ ભક્તિના ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાને કારણે સાદગીથી ગરીમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આજે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા અને સારી કામગીરી કરનારા પોલીસકર્મીઓ બિરદાવવામાં આવ્યા છે.પોલીસકર્મીઓનો ઉત્સાહ વધે તે માટે અને અન્ય કર્મીઓને પ્રોત્સાહન મળે તે માટે આજે એવોર્ડ મેળવનારા પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના કેસ વધે છે તો લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમોનું પાલન કરવું જોઈએ.