1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાને લીધે ખેડૂતોને પાક ધિરાણ ચૂકવવાની મુદતમાં 30મી જુન સુધી વધારો કરાયો

કોરોનાને લીધે ખેડૂતોને પાક ધિરાણ ચૂકવવાની મુદતમાં 30મી જુન સુધી વધારો કરાયો

0
Social Share

અમદાવાદઃ કોરોનાના સંક્રમણને લીધે રાજ્યના મોટાભાગની એપીએમસી, માર્કેટયાર્ડ્સ બંધ છે. ઘઉં સહિતની ખેત પેદાશો ઘણા ખેડૂતોને વેચવાની બાકી છે, તેથી ખેડૂતો પાક ધીરાણ શક્યા નથી. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઇ કરવાની મુદત 30 જૂન સુધી લંબાવી છે. માત્ર એટલું જ નહીં, સહકારી ધિરાણ માળખાના ખેડૂતો માટે રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારતના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે. આ કિસાન હિતકારી નિર્ણયના પરિણામે ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ રૂા. 16.30 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

રાજ્યના કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા જણાવાયું છે કે નાબાર્ડની ક્રેડિટ પોલિસી મુજબ રાજ્યમાં ખેડૂતોને ટૂંકી મુદતનું પાક ધિરાણ,ધિરાણ સંસ્થાઓ મારફત 7 ટકાના દરે પુરૂં પાડવામાં આવે છે જે પૈકી સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને 3 ટકા વ્યાજ રાહત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. જ્યારે 4 ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. પરિણામે ગુજરાત રાજ્યના આવા ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય છે.

Covid-19ના સેકન્ડ વેવમાં પણ માર્ચ-2021થી મહામારીના કેસોમાં વધારો થયેલ છે. જેના પરિણામે ચાલુ વર્ષે પણ ખેડૂતો દ્વારા 31 માર્ચ 2021 સુધીમાં ધિરાણ પરત ભરપાઇ ના કરી શકે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. આ સંજોગોમાં 1 એપ્રિલ 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધીનું સહકારી ધિરાણ માળખા મારફત પાક ધિરાણ લીધેલું હોય તેવા ખેડૂતો દ્વારા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત 30 જૂન 2021 સુધી વધારવા અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયના પરિણામે જે ખેડૂતો દ્વારા સહકારી ધિરાણ માળખા મારફત તા. ૦1-૦4-2020 થી તા. 30-09-2020 સુધીમાં પાક ધિરાણ લીધેલ હશે તેવા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. 30-06-2021 સુધી વધારવામાં આવી છે.

તા. 01-04-2021 થી તા. 20-06-2021 સુધીમાં લહેણી થયેલ પર ધિરાણની રકમ અથવા લહેણી થનાર રકમ તા. 30-06-2021 સુધીમાં અથવા ખેડૂતો દ્વારા ખરેખર પાક ધિરાણ પરત ભરપાઇ કરે તે બેમાંથી જે વહેલું હોય તે તારીખ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઇ કરે તેવા સહકારી ધિરાણ માળખાના ખેડૂતોને ભારત સરકાર દ્વારા મળતી 3 ટકા વ્યાજ રાહતની રકમ તથા રાજ્ય સરકાર દ્વારા મળતી 4 ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code