સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરીને લીધે 11મી જૂન સુધી રેલ ટ્રાફિકને અસર થશે
અમદાવાદઃ સુરેન્દ્રનગર અને રાજકોટના રેલવે લાઈન સેક્શનમાં હાલ ડબલ ટ્રેકની કામગીરી હાથ ધરાઇ છે. જેના કારણે તા.11 જૂન સુધી રેલવે વ્યવહારને અસર થશે. આથી 2 ટ્રેનને રદ કરવામાં આવી છે, તેમજ 8 ટ્રેનને આંશિક રદ કરાઇ છે. જ્યારે એક ટ્રેનને રિશેડ્યુઅલ અને ત્રણ ટ્રેનને નિર્ધારિત સમયમાં ફેરફાર કરાયો છે. રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે આજથી 11 જૂન 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે.
આ અંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું. કે, જે ટ્રેનો રદ કરાઇ છે. જેમાં વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ આજથી 10-6-2022 સુધી રદ રહેશે તેમજ. જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 1-6-2022થી 11-6-2022 સુધી રદ કરાઇ છે. જ્યારે મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ આજથી 9-6-2022 સુધી મુંબઈ સેન્ટ્રલથી લઈને અમદાવાદ સુધી ચાલશે. હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો તેમજ એક્સપ્રેસ અમદાવાદથી લઈને મુંબઈ સેન્ટ્રલ સુધી આજથી 10-6-2022 સુધી ચાલશે. ભાવનગર-ઓખા એક્સપ્રેસ 9-6-2022 સુધી ભાવનગરથી લઈને સુરેન્દ્રનગર સુધી ચાલશે. ઓખા-ભાવનગર એક્સપ્રેસ આજથી 10-6-2022 સુધી સુરેન્દ્રનગરથી લઈને ભાવનગર સુધી ચલાવાશે. અમદાવાદ- સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 10-6-2022 સુધી અમદાવાદથી લઈને સુરેન્દ્રનગર સુધી ચાલશે.
ઇન્ટરસિટી એક્સપ્રેસ 10-6-2022 સુધી સુરેન્દ્રનગરથી લઈને અમદાવાદ સુધી ચાલશે.બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 2, 4, 6,અને 09 જૂનના રોજ બાંદ્રાથી લઈને સુરેન્દ્રનગર સુધી ચલાવાશે. જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ 3, 5 ,7 અને 10 જૂન રોજ સુરેન્દ્રનગરથી લઈને બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આ ઉપરાંત ઓખા-વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને 2-6-2022 પર ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમયને બદલે 14.05 કલાકે 2 કલાક મોડી એટલે કે 16.05 કલાકે ઉપડશે. જ્યારે માર્ગમાં લેટ મંગળવારે રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 15 મોડી થશે અને તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 1 કલાક મોડી પડશે. બુધવારે હાપા-મડગાંવ એક્સપ્રેસ અને ઓખા-પુરી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી પડશે.શુક્રવારે ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.આમ 11મી જૂન, 2022 સુધીના સમયગાળા વચ્ચે રેલયાતાયાતને અસર થશે.