Site icon Revoi.in

પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ,સરકારે ‘રેઈન ઈમરજન્સી’ જાહેર કરી

Social Share

દિલ્હી:પૂર અને વરસાદને કારણે ખરાબ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના ડેટા અનુસાર, વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 343 બાળકો સહિત 937 લોકોના મોત થયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લગભગ 3 કરોડ લોકોને તેમના ઘર છોડીને ખુલ્લા આકાશ નીચે રહેવું પડ્યું છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સૌથી ખરાબ સ્થિતિ બની છે.14 જૂનથી અત્યાર સુધીમાં અહીં પૂર અને વરસાદના કારણે 306 લોકોએ જીવ ગુમાવ્યા છે.આ પછી બલૂચિસ્તાન પ્રાંતમાં 234 મોત નોંધાયા છે. ખૈબર પખ્તુનખ્વામાં 185 અને પંજાબમાં 165 લોકોના મોત થયા છે.

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં કમોસમી વરસાદને કારણે 9 લોકોના મોત થયા છે.અસામાન્ય વરસાદને કારણે આખા દેશમાં અને ખાસ કરીને દક્ષિણ પાકિસ્તાનમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.