Site icon Revoi.in

ગુજરાતમાં પોલીસની સારી કામગીરીને લીધે અગાઉ ન પકડાયું હોય તેટલું ડ્રગ્સ પકડાયું છે, હર્ષ સંઘવી

Social Share

સુરતઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રગ્સ પકડવાનો સીલસિલો યથાવત રહ્યો છે.છાસવારે પકડાતાં ડ્રગ્સને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ભરપેટ વખાણ કર્યા હતાં. ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, ગુજરાત પોલીસે હાલના સમયમાં સૌથી વધારે ડ્રગ્સ પકડયુ છે, જે આગાઉ ક્યારે પકડાયુ ન હતું.ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓમાં ડર ઉભો કર્યો છે. જે રાજ્યની સલામતી માટે ખૂબ જ જરૂરી છે.

સુરતમાં સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. તેમણે આ એક્ઝીબીશનમાં જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ ડ્રગ્સ વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે. ગુજરાતના સીમાડાઓમાં ડ્રગ્સને ઘુસવા દેવામાં આવશે નહી. યુવાધનને બરબાદ થતું અટકાવવા પોલીસ ખૂબ મહેનત કરી રહી છે.

ગૃહરાજ્ય મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યને સલામત બનાવવા માટે સરકાર કામગીરી કરી રહી છે. પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન આ તમામ જગ્યાએથી ડ્રગ્સ પકડવાનું કામ ગુજરાતની પોલીસે કર્યું છે. ગુજરાતની બોર્ડરમાં ડ્રગ્સ ઘૂસે તે પહેલા પોલીસ તેને પકડવા તૈયાર છે. આટલા મોટા રેકેટો દેશમાં બીજા કોઈ રાજ્યએ પકડ્યા નથી  ગુજરાત પોલીસને ડ્રગ્સને પકડવામાંસારી સફળતા મળી છે. ડ્રગ્સ  લઈને આવતા હોય છે. તે લોકોને લોભામણી ઓફર મળતી હોય છે. ગુજરાત પોલીસે માહિતીઓના સોર્સ ખૂબ જ મોટા કર્યા છે. દરિયાના મોજાઓની વચ્ચે એટીએસની ટીમે આવા રેકેટનો પર્દાફાશ કર્યો છે.