Site icon Revoi.in

રાજકોટ જિલ્લામાં અવિરત વરસાદના કારણે આજે શાળા-કોલેજો બંધ

Social Share

રાજકોટમાં જે રીતે ગઈ કાલે રાતે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના પગલે શાળા અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવામાં જો વાત કરવામાં આવે તો સોમવારે સવારે જે નોકરી માટે નીકળ્યા છે તેમને પણ તકલીફ પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે તેના કારણે લોકો નોકરી પણ જઈ શકતા નથી. રાજકોટમાં સવાર સુધીમાં 6.5 ઈંચ ધોધમાર વરસાદ પડ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

મીડિયા સાથેની વાતચીતમા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ રાજકોટ આગામી દિવસોમાં યલો ઝોનમાં છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોઈપણ જગ્યાએ મુશ્કેલીઓ ન સર્જાય તે માટે પણ આગોતરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નદી, તળાવ તેમજ મોટા ડેમની આજુબાજુ અવરજવર ન કરવા માટે લોકોને સૂચનાઓ પણ આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના છ જેટલા જળાશયો ઓરફ્લો થવાની તૈયારીમાં છે. જરૂર જણાઈ કોઈપણ જગ્યાએથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે.

ગઈ કાલે રાતે રાજકોટ શહેરમાં પણ અતિ ભારે વરસાદ ખાબક્યો હતો. અમુક જ કલાકોમાં ભારે વરસાદ પડતાં શહેરમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી પણ ભરાઈ ગયા છે જેના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો  રવિવારે ત્રણ કલાકમાં જ 114.3 મિ.મી. વરસાદ પડ્યો હતો. શહેરના પાલડી, વાસણા અને એલિસ બ્રિજ વિસ્તારોમાં 241.3 મિ.મી. વરસાદ પડ્યો હતો. શહેરમાં મોસમના કુલ વરસાદનો 30 ટકા વરસાદ છેલ્લા ત્રણ દિવસમાં જ પડી ગયો છે.