- ઉત્તરાખંડમાં વરસાદને કારણે તબાહી
- કેદારનાથ યાત્રા અટકાવાઈ
દહેરાદૂનઃ- દેશભરમાં ચોમાસાએ દસ્કત આપી દીધી છે ત્યારે દેશના પહાડી વિસ્તારોમાં વરસાદે તબાહી ફેલાવી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે હવામાન વિભાગનું કહેવું છે કે દેશની રાજધાની દિલ્હીમાં 6 જુલાઈ સુધી વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે આ સિવાય યુપી, બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડશે. તો બીજી તરફ હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે એલર્ટ જાહેર કર્યું છે
ખાસ કરીને જો ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો અહી ભારે વરસાદના કારણે હાલ પુરતી કેદારનાથ યાત્રા અટકાવવામાં આવી છે અહી જઈ રહેલા શ્રદ્ધાળુંઓને રોકવામાં આવ્યા છે.આ સાથે ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
બીજી તરફ ઉત્તરાખંડમાં હવામાન ખરાબ રહ્યું છેવરસાદના કારણે કેદારનાથ જતા મુસાફરોને સોનપ્રયાગમાં રોકી દેવામાં આવ્યા છે. અગાઉ સવારે 8 વાગ્યા સુધી સોનપ્રયાગથી 4953 શ્રદ્ધાળુઓને ધામમાં મોકલવામાં આવ્યા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે કહ્યું કે પગપાળા મુસાફરી સરળ છે, પરંતુ વરસાદને કારણે મુસાફરોને સોનપ્રયાગમાં રોકી દેવામાં આવ્યા છે.
દિલ્હી, યુપીથી લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે મેદાની વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે, પહાડોમાં તિરાડ પડી રહી છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પર પણ વરસાદની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે.
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ભારે વરસાદ થયો હતો. પાંચ દિવસમાં રાજ્યના છ જિલ્લામાં સામાન્ય કરતાં 40 ટકા વધુ વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં પણ આગામી એક સપ્તાહ સુધી સતત વરસાદ પડશે.