આસામમાં ભારે વરસાદને પગલે બ્રહ્મપુત્રા નદી બે કાંઠે વહેલા લાગી, અનેક ગામમાં નદીના પાણી ઘુસ્યાં
નવી દિલ્હીઃ એક તરફ દેશમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો મેઘરાજાના આગમને કારણે ખુશીથી આનંદ માણી રહ્યા છે. તો બીજી તરફ દેશના મોટાભાગના ક્ષેત્રોમાં મેઘરાજાના અવિરત વરસવાને કારણે કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારતના ઉત્તર-પૂર્વમાં અવરિત વરસાદને કારણે ભારે નાગરિકોને ભારે હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે.
- બ્રહ્મપુત્રા નદીના પાણી ગામડાઓ સુધી પહોંચતા પૂરની સ્થિતિ વણસી
તો આસામમાં છેલ્લા 1 મહિનાથી લોકો નિરંતર વરસતા વરસાદ અને દરેક વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. તો બીજી તરફ આસામના મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આસામમાં 3 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે અને અત્યાર સુધીમાં 60 થી વધુ લોકોના મોત થયા છે. બ્રહ્મપુત્રા નદીના પાણી ગામડાઓ સુધી પહોંચતા પૂરની સ્થિતિ વણસી હતી.
તો બીજી તરફ ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે પ્રાણીઓ ફસાયેલા છે, જેના કારણે તેઓને ઇજાઓ અને વાહનોની ટક્કરથી મૃત્યુ થાય છે. તેના કરાણે સરકારે સૂચના પાઠવી છે કે, NH 715 અને NH 37 પર કોઈપણ પ્રકારના વાહનોની ઝડપ 20 અથવા 40 kmph થી વધુ ન હોવી જોઈએ. કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં સ્થિત 233 ફોરેસ્ટ કેમ્પમાંથી 6 ટકાથી વધુ પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ડૂબી ગયા છે. તે જ સમયે, ભારત-ચીન બોર્ડર પર ઘણા વિસ્તારોમાંથી રોડ કનેક્ટિવિટી કપાઈ ગઈ છે.
- આસામના તિનસુકિયા જિલ્લામાં સૌથી વધુ 35 લોકોના મોત થયા
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, પૂર પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી વધીને 19 થઈ ગઈ છે. ઈટાનગરમાં ભારે વરસાદને કારણે શાળાઓને 2 થી 6 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લામાં કુરુંગ નદી પરનો પુલ પૂરમાં ધોવાઈ ગયો છે. આસામમાં લગભગ 8 હજાર લોકોને રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે. તે જ સમયે આસામના તિનસુકિયા જિલ્લામાં સૌથી વધુ 35 લોકોના મોત થયા છે.
- વિશ્વનાથ અને જોરહાટ જિલ્લા પાણીમાં ડૂબી ગયા છે
તો આસામ કુદરતી કહેરનો સામનો કરતો હોવાથી NDRF, SDRF, ભારતીય સેના, ભારતીય વાયુસેના અને સ્થાનિક વહીવટીતંત્ર સહિત અનેક એજન્સીઓ બચાવ કામગીરીમાં રોકાયેલા છે. કામરૂપ, ગોલાઘાટ, માજુલી, લખીમપુર, કરીમગંજ, કચર, ધેમાજી, મોરીગાંવ, ઉદલગુરી, ડિબ્રુગઢ, તિનસુકિયા, નાગાંવ, શિવસાગર, દરરંગ, નલબારી, સોનિતપુર, તામમાં કુલ 6,44,128 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. વિશ્વનાથ અને જોરહાટ જિલ્લા પાણીમાં ડૂબી ગયા છે.