Site icon Revoi.in

ગીરસોમનાથમાં ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત,ખેતીમાં પણ જોવા મળી શકે છે અસર

Social Share

વેરાવળ : ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લામાં એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. વેરાવળ ખાતે પણ એનડીઆરએફની 18થી વધુ જવાનોની ટીમ પહોંચી ચુકી છે.

NDRFના કમાન્ડર, જવાનો સાથે વેરાવળ મામલતદાર, ચાંદેગરા તથા ટીમ સાથે વેરાવળના ખારવાવાડ, જાલેશ્વર બંદર, ભડીયા, આદ્રી દરિયાકિનારા સહિતની મુલાકાત લીધી હતી. વડોદરાથી 6 બટાલિયનની NDRFની ટીમ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે આવી પહોંચી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભારેથી ભારે વરસાદ આ વિસ્તારમાં આવી શકે છે. જેના લીધે પૂર આવવાની શકયતા હોવાથી NDRFના જવાનો તૈનાત કરાયા છે. જેમની પાસે રેસ્કયુ, રાહત બચાવ, બોટ, ઓબી વાન, લાઇફ જેકેટ, લાઇફ લાઇન સહિતની સુવિધાઓ સાથે સજ્જ છે.

જો વાત કરવામાં આવે ખેડૂતો અને ખેતરોની તો ખેતીમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી છે. મગફળી, સોયાબીન સહિતના પાકની લણણી પણ ચાર તબક્કાઓમાં થશે. જેથી શિયાળુ પાક પણ મોડો લેવાશે. વરસાદની અનિયમિતના કારણે ખેતીમાં ઋતુચક્ર પણ ખોરવાયું છે. જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

વરસાદની અનિયમિતતાના કારણે જે ચાર તબક્કામાં વાવેતર કરાયું છે એ પાક પણ લણણીમાં ચાર તબક્કામાં પાકશે. જેથી એક સાથે જીલ્લામાં લણણી શક્ય નથી. તો શિયાળુ પાક જેમાં ઘઉં, કઠોળ વગેરેનું પણ વાવેતર નિયમિત સમયે નહીં કરી શકાય. છેલ્લો મગફળીનો પાક પાકશે તેની લણણી કરાયા બાદ ખેતરો શિયાળુ વાવેતર યોગ્ય બનશે, પછી અન્ય પાકોનું વાવેતર કરી શકાશે. આમ વરસાદના કારણે જ ખેડૂતોનું ખેતીનું સમયચક્ર ખોરવાયું છે.