Site icon Revoi.in

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ટ્રેન- એસટી બસ અને વિમાની સેવા બની પ્રભાવિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અતિવૃતિને લીધે રાષ્ટ્રીય ધોરી માર્ગો સહિત રોડ રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રેન અને એસટી સેવા પ્રભાવિત બની છે. જ્યારે પ્રતિકૂળ હવામાનને લીધે વિમાની સેવાને પણ અસર થઈ છે. વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી હતી. તેમજ મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ, કર્ણાવતી સહિતની ટ્રેનો પણ રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે એકતાનગર એક્સપ્રેસ અને આણંદ વડોદરા મેમુ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. આમ 28 અને 29 ઓગસ્ટની 50 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે ગુજરાત એસટી વિભાગના કુલ 14512 રૂટ પૈકી 1180 રૂટ તેમજ 40515 ટ્રિપ પૈકી 4531 ટ્રિપ બંધ છે. આજે વડોદરા, પાદરા, ખેડા ડેપોનું તમામ સંચાલન બંધ છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ એપ્રન, ટર્મિનલ-2માં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત બે દિવસમાં અમદાવાદને સાંકળતી 50 થી વધુ ફ્લાઈટ મોડી પડી હતી જયારે 3 કેન્સલ કરાઇ હતી.

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે 3 દિવસમાં 33 ટ્રેન કેન્સલ કરાઇ હતી. જ્યારે રેલવે ટ્રેક પર પાણી ભરાતાં ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ટ્રેકમાં પાણી ભરાતાં રેલવે વ્યવહાર મહદ્અંશે ખોરવાય જતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.  ખાસ કરીને મુંબઇને સાંકળતી અનેક ટ્રેનને અસર પડી હતી. ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસને પણરદ કરવામાં આવી છે તેમજ રૂટ ટૂંકાવાતા પ્રવાસીઓ પરેશાન બન્યા છે.

ગુજરાતમાં 26 અને 27 ઓગસ્ટ એમ બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે 60થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી છે. જ્યારે 46 ટ્રેનોને આણંદ-ગોધરા થઈને અન્ય રૂટ પર દોડાવવામાં આવી છે. 20 ટ્રેનોને વડોદરા અથવા અન્ય સ્ટેશનો સુધી જ ચલાવવામાં આવી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલવે વ્યવહારને મોટી અસર થઈ છે. ભુજના માળિયા મિયાણા સેક્શનમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાતા ભુજ તરફ જતી ભુજ-ગાંધીનગર કેપિટલ, દાદર ભુજ એક્સપ્રેસ સહિતની ટ્રેનોને પણ રદ કરવામાં આવી છે. બીજી તરફ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે વરસાદના રેડ એલર્ટના પગલે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી શકે છે.

#GujaratRainImpact #TrainCancellations #FlightDelays #STBusServices #HeavyRainDisruption #GujaratMonsoon #TransportationHalted #TravelUpdates #VadodaraFlood #RailwayServiceAffected #FlightCancellations #FloodAlert #STBusRoutesClosed #AhmedabadAirport #WeatherImpact #GujaratNews #MonsoonHavoc #RainAlert