લખનૌઃ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર જેવી સ્થિતિના કારણે વાહનવ્યવહારને પણ ઘણી અસર થઈ રહી છે. પૂર જેવી સ્થિતિના કારણે રેલવે ટ્રેકના પાટા ઉપર પણ પાણી ફરી વળ્યાં છે. તેમજ કેટલાક સ્થળો ઉપર રેલવે ટ્રેક ધોવાયાની ફરિયાદો પણ ઉધી છે. જેથી રેલ્વેએ 7 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે લગભગ 300 મેલ/એક્સપ્રેસ ટ્રેનો રદ કરી છે. એટલું જ નહીં 406 પેસેન્જર ટ્રેનો પણ રદ્દ કરી છે. આ ટ્રેનો રદ થવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રેલ્વેએ જણાવ્યું હતું કે પાટા પર પાણી ભરાઈ જવાને કારણે 7 જુલાઈથી 15 જુલાઈની વચ્ચે 600 થી વધુ મેલ/એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે 500 પેસેન્જર ટ્રેનોને પણ અસર થઈ છે. ઉત્તર રેલ્વે, દ્વારા ભારે વરસાદને પગલે લગભગ 300 મેલ/એક્સપ્રેસ ટ્રેનો રદ કરી છે, 100 ટ્રેનોને ટૂંકાવી દીધી છે અને 191 અન્યને ડાયવર્ટ કરી છે. આ ઉપરાંત 406 પેસેન્જર ટ્રેનો રદ કરી છે, 28 ટ્રેનો ડાયવર્ટ કરી છે, 56 ટ્રેનો ટૂંકાવી છે અને 54 ટ્રેનોને ટૂંકા ગાળા માટે બંધ કરી છે.
જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં “ભારેથી અતિ ભારે” વરસાદ સાથે ઉત્તર પશ્ચિમ ભારતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આના પરિણામે નદીઓ, ખાડીઓ અને નાળાઓ વહેતા થયા, જેથી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપ પડ્યો.