Site icon Revoi.in

ભારે વરસાદના કારણે ફિરોઝપુરમાં પીએમ મોદીની રેલી રદ- દિલ્હી માટે રવાના થયા

Social Share

 

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી આજે પંજાબની મુલાકાતે છે,પંજાબની ચૂંટણીને લઈને પીએમ મોદીએ સમગ્ર તૈયારીઓ કરી લીધી હતી.આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફિરોઝપુરમાં ચૂંટણી રેલી યોજીને પંજાબમાં ભાજપના ચૂંટણી અભિયાનની શરૂઆત કરવાના હતા. પરંતુ ભારે વરસાદને કારણે તેમની રેલી રદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આજ રોજ પીએમ મોદી પંજાબ રાજ્યને અનેક સોગાત આપવાના હતા,પરંતુ આજે અહીનું વાતાવરણ ખૂબ જ વાદળછાયું અને વરસાદ વાળું રહ્યું છે, પીએમ મોદી દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે, ફિરોઝપુર ખાતે પીજીઆઈ સેટેલાઇટ સેન્ટર અને કપૂરથલા-હોશિયારપુર ખાતે બે નવી મેડિકલ કોલેજની ભેંટ આપવાના હતા.

જો કે વરસાદની સ્થિતિને જોતા તેમના આ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.વરસાદના કારણે ફિરોઝપુરમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલી રદ કરવામાં આવી છે. સૂત્રોએ આ અંદે માહિતી આપી હતી. તેઓ ભટિંડાના ભસિયાણા એરબેઝથી દિલ્હી પરત ફરશે.