- ભારે વરસાદને પગલે હિરણ -2 ડેમ છલકાયો
- ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા
- ખેડૂતોમાં ખુશીની લાગણી છવાય
ગીર-સોમનાથ: ભારે વરસાદને પગલે ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ -2 ડેમ છલકાયો છે. ડેમનું સ્ટોરેજ લેવલ જાળવવા ડેમના 3 દરવાજા ખોલવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. ડેમમાં આવેલા નવા નીરના ખેડૂતો દ્વારા વધામણાં કરવામાં આવ્યા હતા તો , વેરાવળ અને તાલાળા તાલુકાના કુલ 13 ગામોને એલર્ટ કરાયા હતા.
તલાલા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ અને વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઈશ્વરીયા, ઈન્દ્રોઈ, નાવદા , સોનારીયા, સવની બાદલપરા, મીઠાપુર, કાજલી, પ્રભાસ પાટણને એલર્ટ કરાયા હતા. જો કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે ડેમ છલકાય અને તેમાં પાણીની નવી આવક થાય તેનાથી સૌથી વધારે ખુશી ખેડૂતોને થતી હોય છે. ખેડૂતો દ્વારા પણ મોટી આશાએ ખેતી કરવામાં આવતી હોય છે અને વરસાદના પાણી મળી જતા તેમને રાહત પણ મળે છે.
છેલ્લા કેટલાક દિવસમાં વરસેલા વરસાદના કરાણે ગુજરાતના કેટલાક ડેમમાં પાણીની આવક વધી છે તો કેટલાક ડેમ છલકાયા પણ છે. આવા સમયે કોઈની જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા યોગ્ય પગલા પણ લેવામાં આવ્યા છે.