Site icon Revoi.in

બનાસનદીમાં જળસ્તરમાં વધારો થતાં વિશ્વેશ્વર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Social Share

પાલનપુરઃ ઉપરવાસમાં વરસાદને લીધે બનાસનદી બે કાંઠે વહી રહી છે. અને નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લાના ઈકબાલગઢના વિશ્વેશ્વર ખાતે બનાસ નદીમાં લોકો મોટી સંખ્યામાં ગણેસ વિસર્જન માટે આવતા હોય છે. ત્યારે કોઈ બનાવ ન બને તે માટે વિશ્વેશ્વરના બનાસનદી કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજસ્થાન સહિત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીના પાણીમાં વધારો થયો છે. બબુકારી અને કલેડી નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો છે. જે બંને નદીઓ આગળ જતા બનાસ નદી મળે છે. જેથી બનાસના પાણીમાં વધારો થતા તંત્ર દ્વારા બનાસ નદીના કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. દરમિયાન ઈકબાલગઢના વિશ્વેશ્વર ખાતે મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન કરવા લોકો આવતા હોય છે તેના માટે નદીકાંઠે પોલીસ અને જીઆરડીના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

ઉપરવાસમાં ભારે વરસાદના લીધે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતી કલેડી અને બબુકારી નદીમાં નવાનીર આવ્યા છે. બંને નદીના પાણી અમીરગઢની બનાસ નદીમાં આવતા બનાસ નદીના જળસ્તરમાં વધારો થયો હતો. બનાસ નદીમાં પાણીનાં પ્રવાહનો વધારો થતા દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે.  બનાસ નદીનાં જળસ્તરમાં વધારો થતા તંત્ર એલર્ટ બન્યું છે અને નદીકાંઠા વિસ્તારમાં કોઈ જાય નહિ તેને લઈને અમીરગઢ પોલીસ અને GRD જવાનોનો વિશ્વેશ્વર ખાતે બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. હાલના સમયમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે કોઈપણ લોકો મૂર્તિ વિસર્જન માટે નદીમાં ન જાય તે માટે નદી કાંઠાના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.