દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે અરવિંદ કેજરીવાલ સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે રાજધાનીમાં ફરીથી ઓડ-ઇવન નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઓડ-ઈવન 13 થી 20 નવેમ્બર સુધી લાગુ રહેશે. આ સિવાય દિલ્હીમાં BS-3 અને BS-4 ડીઝલ કાર પર પ્રતિબંધ યથાવત છે.
દિલ્હીમાં એકવાર ઓડ-ઇવન ફિલ લાગુ કરવામાં આવનાર છે. વધતા પ્રદૂષણ બાદ દિલ્હી સરકારે તેને 13-20 નવેમ્બરથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય અનુસાર BS 3 પેટ્રોલ અને BS 4 ડીઝલ કાર પર પ્રતિબંધ ચાલુ રહેશે.
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયનું કહેવું છે કે, “વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને 13 થી 20 નવેમ્બર સુધી એક સપ્તાહ માટે ઓડ-ઇવન વ્હીકલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે,આ સાથે જ ધોરણ 10 અને 12ના બાળકો માટેના વર્ગો ઑફલાઇન રહેશે. એટલે કે તેમને શાળાએ જવું પડશે. જ્યારે 6ઠ્ઠા ધોરણથી ઉપરના બાળકો માટેના વર્ગો ઓનલાઈન હશે. કચેરીઓ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાય રાયે કહ્યું, ’30 ઓક્ટોબરથી પ્રદૂષણના સ્તરમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. તાપમાનમાં ઘટાડો અને પવનની ઝડપને કારણે વધારો થયો છે. આજે, હવાની ગુણવત્તામાં સુધારો નોંધવામાં આવ્યો છે. જે 436 ચાલી રહી છે. દિલ્હીની અંદર 356 દિવસથી કામ ચાલી રહ્યું છે. EV પોલિસી લાવ્યા છે. 100% પ્રદૂષિત એકમો ખસેડવા પડશે.
દિલ્હીની અંદર વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે POC ઉલ્લંઘન હેઠળ ચલણ જારી કરવામાં આવ્યા છે. દિલ્હીમાં ધૂળ વિરોધી અભિયાન દરમિયાન, 1279 સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ગ્રીન દિલ્હી એપ દ્વારા 1600 થી વધુ ફરિયાદો મળી છે, જેમાંથી મોટાભાગની ફરિયાદો ઉકેલાઈ ગઈ છે. તેમણે કહ્યું, ‘210 ફટાકડાની ટીમો બનાવવામાં આવી છે, 345 પાણીના છંટકાવ ચાલી રહ્યા છે. સ્મોગ ગન કામ કરી રહી છે.
GRAPના ત્રીજા તબક્કામાં BS3 અને BS4 વાહનો પર પ્રતિબંધ રહેશે. જરૂરી વાહનો સિવાય ટ્રકો દિલ્હીમાં પ્રવેશી શકશે નહીં. હળવા કોમર્શિયલ વાહનો સિવાય અન્ય તમામ વાહનો પર પ્રતિબંધ છે. આવશ્યક ચીજવસ્તુઓ સિવાય ભારે માલસામાનની હેરફેર પર પ્રતિબંધ છે. તમામ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ છે. તેમાં કોઈ છૂટ નથી.