દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે તમામ પ્રાથમિક શાળાઓ બે દિવસ બંધ રહેશે,સીએમ કેજરીવાલની જાહેરાત
દિલ્હી:રાજધાની દિલ્હીની હવામાં પ્રદૂષણનું પ્રમાણ ગંભીર બન્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે પ્રદૂષણના વધતા સ્તરને જોતા દિલ્હીની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ આગામી બે દિવસ સુધી બંધ રહેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર ગુરુવારે આ સિઝનમાં પ્રથમ વખત “ગંભીર” શ્રેણી સુધી પહોંચ્યું હતું. વૈજ્ઞાનિકોએ આગામી બે સપ્તાહમાં પ્રદૂષણમાં વધુ વધારો થવાની આગાહી કરી છે.
મુખ્યમંત્રી કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને દિલ્હીની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ આગામી બે દિવસ માટે બંધ રહેશે.” દિલ્હીના 37 મોનિટરિંગ સ્ટેશનોમાંથી ઓછામાં ઓછા 18એ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) “ગંભીર” કેટેગરીમાં રેકોર્ડ કર્યો છે.પંજાબી બાગ (439), દ્વારકા સેક્ટર-8 (420), જહાંગીરપુરી (403), રોહિણી (422), નરેલા (422), વજીરપુર (406), બવાના (432), મુંડકા (439), આનંદ વિહાર (452) અને ન્યુ મોતી બાગ (406) સહિત શહેરના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તાનું સ્તર ‘ગંભીર’ કેટેગરીમાં પહોંચી ગયું છે.
જે વિસ્તારોમાં AQI 400 નું સ્તર પાર કરી ગયું છે તેમાં આનંદ વિહાર (450), બવાના (452), બુરારી ક્રોસિંગ (408), દ્વારકા સેક્ટર 8 (445), જહાંગીરપુરી (433), મુંડકા (460), NSIT દ્વારકા (406), નજફગઢ (414), નરેલા (433), નેહરુ નગર (400), ન્યુ મોતી બાગ (423), ઓખલા ફેઝ 2 (415), પટપડગંજ (412), પંજાબી બાગ (445), આરકે પુરમ (417), રોહિણી (454), શાદીપુર (407) અને વઝીરપુર (435) સામેલ છે. AQI શૂન્યથી 50 ની વચ્ચેનો ‘સારો’, 51 થી 100 ‘સંતોષકારક’, 101 થી 200 ‘વચ્ચેનો મધ્યમ’, 201 થી 300 ‘ખરાબ’ છે, 301 થી 400 ‘ખૂબ ખરાબ’ અને 401 થી 500 વચ્ચેનો ‘ગંભીર’ ગણાય છે.