Site icon Revoi.in

અમદાવાદમાં વેક્સિનનો પુરતો સ્ટોક નહોવાથી લોકોને વેક્સિન લીધા વિના પરત ફર્યાં

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવે પહેલા વધારે લોકોનું વેક્સિનેશન થાય તે દિશામાં સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે વેક્સિનેશન મહા અભિયાન શરૂ કર્યું છે. પરંતુ અમદાવાદ શહેરમાં લોકો દરરોજ સવારથી વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિન મર્યાદિત સ્ટોકમાં જ આપવામાં આવે છે. એક કેન્દ્ર પર 100 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આપવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં 100 જેટલા વેક્સિનેશન કેન્દ્રો ઉપર ફકત 25,675 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 13,946 પુરૂષ અને 11,722 મહિલાઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાં છેલ્લા 12 દિવસમાં 3.62 લાખ લોકોએ વેક્સિન લીધી છે.

અમદાવાદના મોટાભાગના વેક્સિન કેન્દ્રો પર વેક્સિન લેવા માટે લોકોની લાગે છે. પરંતુ પુરતો સ્ટોક નહીં હોવાથી લોકોને વેક્સિન લીધા વિના પરત ફરવું પડે છે, રાજ્યમાં માત્ર અમદાવાદ જ નહીં પણ તમામ શહેરોમાં આવી હાલત છે. જોકે સરકારે આશ્વાસન આપ્યું છે કે ટુંક સમયમાં વેક્સિનનો નવો સ્ટોક આવી જશે.

અમદાવાદમાં ચુંવાળ ટ્રસ્ટ અને સ્વાવલંબી ટ્રસ્ટના સહયોગથી બહેરામપુરા વિસ્તારમાં કિન્નર સમુદાયના મુખ્ય અખાડામાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિન્નર સમુદાયના ભાવના દે અને કશીર દે સહિતના 50 જેટલા કિન્નરોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટીઓ અને સામાજિક કાર્યકર ચંદુભાઈ પટેલ, મલ્હાર દવે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટ પણ હાજર રહ્યા હતા. વેક્સિનેશન કેમ્પને વધુ વેગવંતું બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.