Site icon Revoi.in

દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી શક્તિપીઠ અંબાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

Social Share

આંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે આવી રહ્યા છે. દિવાળીના પર્વ બાદ સૂર્ય ગ્રહણ હોવાના લીધે અંબાજી મંદિરને આખો દિવસ બંધ રાખવામાં આવ્યું હતુ. અને સવારે 4:00 કલાકે માતાજીની મંગલા આરતી કરવામાં આવી હતી. શાસ્ત્રો અનુસાર ગ્રહણ હોવાના કારણે કોઈપણ ધાર્મિક ગતિવિધિઓ અને પૂજાપાઠ બંધ રાખવામાં આવતું હોય છે.  હવે દેવ દિવાળીના દિને એટલે કે 8મી નવેમ્બરને મંગળવારે ચંદ્રગ્રહણ હોવાને લીધે  અંબાજી મંદિર બંધ રહેશે. આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આગામી 8 નવેમ્બરનાં કારતક સુદ પૂનમનાં દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ છે. આ ચંદ્રગ્રહણથી ધાર્મિક વિધિને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતું  હોવાથી શક્તિપીઠ અંબાજી મંદિરનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ પણ રહેશે. તેમજ સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે. ત્યારબાદ સવારે 6.30 કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે અને સવારનાં 06.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે અને સાંજનાં 06.30 ની આરતી રાત્રીના 9.30 કલાકે કરીને મંદિર મંગળ થશે. ત્યારબાદ નવ નવેમ્બરથી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે.  ભટ્ટજી મહારાજના જણાવ્યા મુજબ આ કારતક સુદ પૂર્ણિમાએ દીપ દાનનું વિશેષ મહત્વ છે, પણ ચંદ્રગ્રહણ હોવાથી દીપ દાન 6 અને 7 નવેમ્બરે કરવાથી પિતૃદેવો ખુશ રહે છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા મુજબ તારીખ 8/11/2022 મંગળવાર કાર્તિક સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાના લીધે ફરી એકવાર અંબાજી મંદિરને બંધ રાખવામાં આવશે. ચંદ્રગ્રહણ હોવાના લીધે અંબાજી મંદિરમાં તારીખ 8/11/2022 ના રોજ મંગળવાર કાર્તિક સુદ પૂનમના દિવસે માતાજીની આરતી સવારે 4:00 થી 4:30 કલાક સુધી કરવામાં આવશે. તો માતાજીના દર્શન સવારે 4:30 કલાક થી 6:30 કલાક સુધી થશે. ત્યારબાદ ચંદ્ર ગ્રહણનો વેદ હોવાના કારણે 6:30 કલાકથી રાત્રે 9 કલાક સુધી અંબાજી મંદિર પૂર્ણતઃ બંધ રહેશે. તો માઈ ભક્તો માતાજીના દર્શન ચંદ્રગ્રહણ દરમિયાન નહીં કરી શકશે.