Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં વરસાદનો કહેર- પાણી ભરાવાના કારણે લખનૌ, ઝાંસીની શાળાઓમાં રજા જાહેર

Social Share

લખનૌઃ- દેશના ઘણા રાજ્યોમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે હાલ જો ઉત્તરપ્રદેશની વાત કરવામાં આવે તો ઉતત્રપ્રદેશની સ્થિતિ પણ કંઈક આવી જ જોવા મળી છે,અવિરત વરસાદના કારણે પાણી ભરાયા છે લોકોને હાલાકી ભોગવવી પડી છે.

છેલ્લા 24 કલાકમાં ગોરખપુર ડિવિઝનના ગોરખપુર જિલ્લામાં 158 મિમી, દેવરિયા જિલ્લામાં 107.5 મિમી, મહારાજગંજમાં 90, બસ્તીમાં 83.8, સિદ્ધાર્થનગર જિલ્લામાં 70.2, સંત કબીરનગરમાં 52 અને કુશીનગર જિલ્લામાં 27.5 મિમી વરસાદ નોંધાયો છે

પ્રાપ્ત વિગત પ્રમાણે છેલ્લા 24 કલાકથી લખનૌમાં પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટીતંત્રે શુક્રવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશની રાજધાનીમાં તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટ સૂર્યપાલ ગંગવારના આદેશ અનુસાર, શહેરના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાને પગલે શુક્રવારે ધોરણ 12 સુધીની તમામ બોર્ડ સાથે જોડાયેલી શાળાઓ બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.શાળા સંચાલકોને તેમના સંબંધિત વ્હોટ્સએપ જૂથો દ્વારા તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને કોન્ટેક્ટ કરીને કહેવામાં આવ્યું છે કે પ્રતિકૂળ હવામાન અને ભારે વરસાદને કારણે શાળાઓ બંધ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે લખનૌ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ, આ આદેશ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની શાળાઓ માટે છે. તમામ સ્કૂલ મેનેજમેન્ટને ઓર્ડર મોકલવામાં આવ્યા છે જેથી તેઓ વિદ્યાર્થીઓના વાલીઓને સમયસર જાણ કરી શકે.