અમદાવાદના એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટતાં વિમાની સેવાનું સમયપત્રક ખોરવાયું, ઘણી ફ્લાઈટ્સ મોડી પડી
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરા,ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટ પર સવારે વિઝિબિલિટી એકથી દોઢ કિલોમીટર સુધી ઘટી જતાં ઘણી ફ્લાઇટો 45 મિનિટથી 1.30 કલાક જેટલી મોડી પડી હતી, જ્યારે 15 જેટલી ફ્લાઇટસ કેન્સલ કરવી પડી હતી. ફ્લાઇટો મોડી પડતાં અને કેન્સલ થવાને કારણે પેસેન્જરોને છેલ્લી ઘડીએ હાલાકી ભોગવવી પડી હતી.
સૂત્રોના જમાવ્યા મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટવાને કારણે અમદાવાદ આવતી જતી નાસિક, મુંબઈ, દરભંગા, હૈદરાબાદ, બેંગલુરુ, ચંડીગઢ સહિત 10 જેટલી ફ્લાઇટો મોડી પડી હતી. એ જ રીતે અમદાવાદ એરપોર્ટ પર આવતી-જતી 15 ફ્લાઇટો ટેકનિકલ કારણોથી કેન્સલ કરાઈ હતી.
સ્પાઇસ જેટની દિલ્હી- અમદાવાદ, બેંગલુરુ- અમદાવાદ અને જયપુર-અમદાવાદ, ઇન્ડિગોની લખનઉ-અમદાવાદ, વારાણસી- અમદાવાદ, કોચી-અમદાવાદ, અમદાવાદ-વારાણસી, અમદાવાદ -લખનઉ અને અમદાવાદ- કોચી તેમ જ ગોએરની દિલ્હી -અમદાવાદ, મુંબઈ-અમદાવાદ, ગોવા-અમદાવાદ, અમદાવાદ- દિલ્હી, અમદાવાદ-કોલકાતા, અમદાવાદ-ઉદયપુર, અમદાવાદ- ગોવાની ફ્લાઇટો કેન્સલ થઈ હતી. સવારે એરપોર્ટ પર ગાઢ ધૂમ્મસ જોવા મળ્યું હતું. તેના લીદે ફ્લાઈટ્સનું સમયપત્રક ખોરવાયું હતું.