દરિયામાં ભારે પવનને પગલે માલવાહક ક્રાફ્ટ નવલખી બંદર તણાઈ આવ્યું
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહ્યો છે, દરિયામાં ભારે પવન ફુંકાવાની સાથે ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દરમિયાન મોરબીના નવલખી બંદર ઉપર એક વિશાલ માલવાહક ક્રાફટ તણાઈને આવ્યું હતું. મધ દરિયામાંથી આ ક્રાફ્ટ તણાવીને આવતા તંત્ર દોડતું થઈ ગયું હોવાનું જાણવા મળે છે.
મોરબીનાં નવલખી બંદર પર દરિયામાં ભારે પવન સાથે તેજ વરસાદ અને હાઈટાઇડના કારણે દરિયામાં તોતિંગ ક્રાફટમાલ વાહક દરિયા કિનારે આવી પહોંચ્યા. જેને કારણે બિપરજોય વાવાઝોડાની શોક તીવ્રતાની ધારણા અનુસાર 100 કિલોમીટર જેટલી ઝડપ અને વરસાદ વચ્ચે નવલખી પોર્ટમાં દરિયાઈ પાણી આવી ગયેલા. બીજી તરફ ભારે પવન અને વરસાદ વચ્ચે દરિયામાં હાઈટાઇડ(ભરતી)ના કારણે દરિયામાં વિશાળ માલવાહક ક્રાફટ આવ્યો હતો.
તત્કાલીન આપતકાલીન સ્થિતિ વચ્ચે ગત તારીખ 11 થી બિપરજોય સંભવિત સંક્રમણ વચ્ચે મોરબી, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર સહિત આઠ જિલ્લા રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા હતા. દરિયા કિનારે તટીય વિસ્તારમાં દરિયાઇ પાણી ફરી વળેલા અને જૂમાવાડી વિસ્તારનાં ઝુપડાઓ સહિત મીઠાનાં કારખાનાઓ, અગરોમાં દરિયાઈ પાણી ફરી વળતા મોટા નુકસાનની સંભાવના છે.
જોકે સદભાગ્યે બિપરજોય ચક્રવાત સંભવિત સંક્રમણનાં કારણે મોરબી જિલ્લામાં નવલખી બંદર પ્રતિબંધિત જાહેર કરી સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવ્યો હતો. જેથી મોટી જાનહાનિથી બચી ગયેલા. સમગ્ર તંત્ર સ્ટેન્ડ ટુ પોઝિશન વચ્ચે ભયાનક ચક્રવાત મોરબીનાં નવલખીથી દુર કચ્છનાં જખૌ બંદરથી નલિયા કોટેશ્વરથી રાજસ્થાન તરફ ફંટાયું છે.