Site icon Revoi.in

ઉનાળું વેકેશનના ટ્રાફિક ધસારાને લીધે એસટીની 2000થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળું વેકેશનના ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમે 2000થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજ્યભરના એસટી બસ સ્ટેશનો ઉપર પ્રવાસીઓની  ભારે ભીડ જોવા મળી રહી છે.  એસટી નિગમના જુદા જુદા ડિવિઝનોની દૈનિક આવકમાં ખાસ્સો એવો વધારો નોંધાવા લાગ્યો છે. જો કે, એસટી નિગમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી એકસ્ટ્રા બસોનું સંચાલન પણ શરુ કરી દેવામાં આવ્યુ છે.

ગુજરાતમાં ઉનાળું વેકેશનને લીધે  એસટીના પ્રવાસી ટ્રાફિકમાં છેલ્લા એક સપ્તાહથી વધારો થયો છે. પરિવાર સાથે લોકો બહારગામ જઈ રહ્યા છે. એસટી બસ સ્ટેશનો ઉપર પ્રવાસીઓની છેલ્લા કેટલાક દિવસોથી ભારે ભીડ જોવા મળી રહી છે. એસટી ડિવિઝનોની દૈનિક આવકમાં ખાસ્સો એવો વધારો નોંધાવા લાગ્યો છે.  એસટી નિગમ દ્વારા રાજ્યભરમાં બે હજારથી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત એસટી નિગમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી એકસ્ટ્રા બસોનું સંચાલન પણ શરુ કરી દેવામાં આવ્યુ છે. રાજ્યભરમાં હાલમાં એસટીની દૈનિક 30 હજાર જેટલી ટ્રીપો દોડવા લાગી છે અને દૈનિક આવકમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. એસટી નિગમને દૈનિક આવક રૂા.10 કરોડથી વધુની થઇ રહી છે.

રાજકોટ એસટી વિભાગને પણ વેકેશન અને લગ્નગાળાની સિઝન ફળવા લાગી છે. રાજકોટ એસટી બસ પોર્ટ ઉપર છેલ્લા એક સપ્તાહથી મુસાફરોની ભારે ભીડને લીધે હાલ 40 થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનું શરુ કર્યું છે. અને દૈનિક આવકમાં પણ રૂા. પાંચ લાખ જેટલાનો વધારો થઇ રહ્યો છે. રાજકોટથી હાલમાં અમરેલી, દ્વારકા, ગીર, સોમનાથ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને જામનગરના રૂટો પર સૌથી વધુ ટ્રાફિક દેખાઇ રહ્યો છે.  જેના કારણે રાજકોટ એસટી વિભાગને હાલમાં વધુ ટ્રીપો પણ દોડાવવી પડી રહી છે.