Site icon Revoi.in

વડાપ્રધાન મોદીના આગમનને લીધે રાજકોટ આવતી દિલ્હીની બે ફલાઈટના સમયમાં કરાયો ફેરફાર

Social Share

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન શહેર નજીક આવેલા આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનને લઈને રાજકોટ એરપોર્ટ પર આવતી અને ઉપડતી ફ્લાઈટ્સના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સ્પાઇસ જેટની 7.45 એ આવતી ફલાઇટનો લેન્ડિંગ સમય 7 અને ઇન્ડિગોની 9.30  કલાકે આવતા એર ક્રાટ નો સમય બપોરે 12 વાગ્યાનો કરાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટ ખાતેના આગમનને લઈને બે ફલાઈટના સમયમાં ફેરફાર કરાયો છે. આજે સવારે 9.30 કલાકે વડાપ્રધાન મોદી એરપોર્ટ ખાતે આવી પહોંચશે. વડાપ્રધાન ખાસ વિમાનમાં રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. જેથી આજે સવારે સ્પાઈસજેટની દિલ્હીથી આવી રહેલી ફલાઇટ જે સવારે 7.45 એ રાજકોટ આવે છે તેના સમયમાં ફેરફાર કરીને ફલાઇટ સવારે 7 વાગ્યે આવશે. જયારે ઈન્ડિગોની દિલ્હી માટેની સવારે 9.30 કલાકે લેન્ડ થતી ફલાઇટને મોડી કરાઈ છે,જે આજે નવા સમયમાં 12 વાગ્યે આવશે. આખો દિવસ દરમિયાન 11 જેટલી લાઇટ રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરે છે,વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઇને આ બે ફાઈટરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીનું ખાસ વિમાન સવારે 9.30 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર લેન્ડિંગ કરશે.ત્યારબાદ વડાપ્રધાન ચોપર મારફત આટકોટ પહોંચશે. એરપોર્ટ પર કાર્યરત એર ટ્રાફિક કંટ્રોલ વહેલી સવારથી કાર્યરત થઈ જશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ હેલિકોપ્ટરમાં આજે સવારે રાજકોટ આવી રહ્યા હોવાથી રાજકોટનું એરપોર્ટ વીવીઆઇપી મુવમેન્ટથી સતત ધમધમતું રહેશે. રાજકોટ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યાની આસપાસ વડાપ્રધાન રાજકોટ આવી પહોંચશે અને એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરીને વાયુદળના ચોપરમાં આટકોટ જવા નીકળી જશે.